નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

મિસ્ટર-મિસિસ બન્યું બોલિવૂડનું આ કપલ, ગુપચુપ કર્યા લગ્ન

બોલિવૂડ કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે આખરે લગ્ન કરી લીધાં છે. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા છે. બંનેએ પોતાના લગ્નની કેટલીક ખાસ તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.

અદિતિ અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ માર્ચમાં સગાઈ કરી હતી, હવે અદિતિ-સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લેતા ચાહકોની આ ઈચ્છા પૂરી થઈ છે. નોંધનીય છે કે આ આ કપલના આ બીજા લગ્ન છે. બંનેના લગ્ન પહેલા પણ થયા હતા, જે લાંબો સમય ટકી શક્યા ન હતા.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, અદિતિ અને સિદ્ધાર્થે તેમના લગ્નની કેટલીક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. લગ્નની તસવીરો શેર કરતી વખતે અદિતિએ એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું હતું કે, “તમે મારો સૂર્ય, ચંદ્ર અને મારા બધા તારાઓ છો… અનંતકાળ માટે પિક્સી સોલમેટ બનવા માટે… હસવા માટે, ક્યારેય મોટા ના થવા માટે… શાશ્વત પ્રેમ, પ્રકાશ અને જાદુ માટે… શ્રીમતી અને શ્રી અદુ-સિદ્ધુ.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેઓ મંદિરની બહાર જોવા મળી રહ્યા છે. અદિતિએ સોનેરી ઝરી ભરતકામવાળી લાઇટ બ્રાઉન-બેઇજ સાડી પહેરી છે. તેના ગોલ્ડન બ્લાઉઝમાં હેન્ડ એમ્બ્રોઇડરી છે. તેણે વાળમાં ગજરા બાંધ્યા છે. તેના સરળ દેખાવમાં પણ અદિતિ સૌથી સુંદર દુલ્હન જેવી લાગે છે. સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં પહેરવામાં આવતી સફેદ રંગની ધોતી અને કુર્તો પહેર્યો છે. તસવીરોમાં જોવા મળે છે કે તેઓ મંડપમાં બેઠેલા છે અને પૂજારી તેમના લગ્ન કરાવી રહ્યા છે. બંનેના ગળામાં માળા છે અને હાથ જોડીને બેઠા છે. અન્ય એક તસવીરમાં જોવા મળે છે કે ઘરની મહિલાઓ અદિતિ અને સિદ્ધાર્થને આશીર્વાદ આપી રહી છે. એક તસવીરમાં તેઓ બંને એકબીજાને ગળે લગાવી રહ્યાં છે. આ બધી તસવીરો લગ્ન બાદ તુરંત જ લેવામાં આવી હોવાનું કહેવાય છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ બોલિવૂડ સેલિબ્રિટીઓએ કપલ પર અભિનંદન વર્ષઆ કરવા માંડી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી હાલમાં જ સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. અદિતિ ‘અજીબ દાસ્તાન’, ‘દિલ્હી 6’, ‘બાજીરાવ મસ્તાની’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, તો સિદ્ધાર્થની પણ તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં લાંબી અને સફળ કારકિર્દી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button