નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

જાણીતા બોલિવૂડ અભિનેતાની કારનો થયો અકસ્માત, આઇસીયુમાં દાખલ

મુંબઇઃ ‘ખોસલા કા ઘોસલા’ ફેમ અભિનેતા પરવીન દબાસને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં છે.

મળતી માહિતી મુજબ મુંબઈના બાંદ્રા સ્થિત હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત શનિવારે સવારે થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટરો તેમની સારવારમાં લાગેલા છે. અભિનેતાની પત્ની અને અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની તેમના મુશ્કેલ સમયમાં હોસ્પિટલમાં તેમની સાથે છે.

પરવીન આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના સહ-સ્થાપક છે. પ્રો પંજા લીગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમને એ જણાવતા દુઃખ થાય છે કે પ્રો પંજા લીગના સહ-સ્થાપક પરવીન દબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે થયેલા કમનસીબ કાર અકસ્માત બાદ તેમને બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ પરવીન અને તેમના પરિવાર સાથે છે.

પ્રો પંજા લીગ આ પરિસ્થિતિ પર ખૂબ ધ્યાન આપી રહી છે. અમારા તરફથી તમને સમય સમય પર તમામ અપડેટ મળતા રહેશે. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં પરવીન અને તેના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે. અમે પરવીન ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

પરવીન દબાસે ‘રાગિણી એમએમએસ 2’, ‘માય નેમ ઈઝ ખાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ‘મેડ ઇન હેવન’ જેવી સિરીયલમાં પણ કામ કર્યું છે. પરવીનની ઉંમર 50 વર્ષ છે. 2008માં તેમણે અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button