Bollywood Couples Living Apart

પરિણીત હોવા છતાં પાર્ટનરથી અલગ રહે છે આ બોલિવૂડ સેલિબ્રિટીઝ

હાલમાં તો બોલિવૂડમાં એક જ વાત ચર્ચાઇ રહી છે અને તે છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સની વાતો. બંને વચ્ચે બધું બરાબર નથી અને તેઓ ટૂંક સમયમાં ડિવોર્સ લેશે એવી બધી ઘણી વાતો ચાલી રહી છે. એવા સમયે કપલે દીકરીને લઇને ન્યુ ઇયર સાથે મનાવી લોકોની બોલતી બંધ કરવાનો પ્રયાસ તો જરૂર કર્યો છે. છતાં પણ એ તો હકીકત છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે નથી રહેતા. અભિષએક તેના માતા-પિતા સાથે જલસામાં રહે છે અને ઐશ્વર્યા તેની દીકરી સાથે અલગ ઘરમાં રહે છે. હવે જ્યારે પતિ-પત્ની હોવા છતાં પણ અલગ રહેતા હોવાની વાત નીકળી જ છએ તો એવા ઘણા સેલિબ્રિટીઝ છે જેઓનું લગ્ન પછી આપસમાં નહીં બન્યું. આવી સ્થિતિમાં ડિટ્ટો અભિ-એશની જેમ ના તો તેઓ સાથે રહ્યા અને ના તો તેઓએ ડિવોર્સ લીધા છે. આપણે આ કપલ વિશે જાણીએ

ગોવિંદા-સુનિતા આહુજાઃ-
તાજેતરમાં જ ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે અને ગોવિંદા અલગ અલગ રહે છે. તેણે જણાવ્યું હતું કે તેમની પાસે બે ઘર છે, જેમાં એક એપાર્ટમેન્ટ અને એક બંગલો છે. ગોવિંદા બંગલામાં રહે છે. સુનિતા તેના દીકરા, દીકરી સાથે એપાર્ટમેન્ટમાં રહે છે.

રણધીર કપૂર-બબીતાઃ-
કરીના કપૂર અને કરિશ્મા કપૂરના માતા-પિતા રણધીર કપૂર-બબીતાના મેરેજ 1971માં થયા હતા. બંને 1980માં અલગ થઇ ગયા હતા. જોકે, બંનેએ ડિવોર્સ નથી લીધા, પણ બંને અલગ રહે છે. બંનેએ સાથે મળીને દીકરીઓનો ઉછેર કર્યો છે.
ધર્મેન્દ્ર-હેમા માલિની ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ સાથે નથી રહેતા. ધર્મેન્દ્રએ તેની પહેલી પત્નીને ડિવોર્સ નથી આપ્યા. ધર્મેન્દ્રના હેમા સાથે બીજા લગ્ન હતા. ધર્મેન્દ્ર હંમેશા તેની પહેલી પત્ની અને બાળકો સાથે જ રહ્યા અને હેમા માલિની અલગ જ રહી હતી. ગુલઝાર- રાખી પ્રખ્યાત ગીતકાર અને નિર્દેશક ગુલઝાર અને અભિનેત્રી રાખીના લગ્ન 1973માં થયા હતા. તેઓ તેમના લગ્નના થોડા સમય પછી અલગ થઈ ગયા હતા, પરંતુ તેમણે છૂટાછેડા લીધા ન હતા. તેમની પુત્રી મેઘના ગુલઝાર એક સફળ દિગ્દર્શક છે. અલગ રહેતા હોવા છતાં બંને વચ્ચે પરસ્પર આદર રહ્યો છે.

Also read: આઈફા એવોર્ડમાં સાઉથના તડકા બાદ હવે ચાલશે બોલિવૂડનો જાદુ…

રાજ બબ્બર- નાદિરા રાજ બબ્બરે નાદિરા સાથે લગ્ન કર્યા હોવા છતાં તેમણે બીજી વાર સ્મિતા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ડિવોર્સ નહોતા લીધા. અચાનક પ્રતિક બબ્બરની માતા સ્મિતા પાટિલનું અવસાન થયું અને પ્રતિક તેની પહેલી પત્ની નાદિરા પાસે પાછો ફર્યો. સંગીતા બિજલાની-મોહમ્મદ અઝહરૂદ્દીનઃબોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના મેરેજ પણ 14 વર્ષ ટક્યા અને બાદમાં તેઓ અલગ થઇ ગયા. અત્યારે પણ તેઓ અલગ અલગ જ છે, પણ તેઓએ એકબીજાને ડિવોર્સ આપ્યા નથી.

સંબંધિત લેખો

Back to top button