તો શું બોલિવૂડનું આ કપલ હવે છૂટું પડશે!
બોલિવૂડની તો વાત જ ન્યારી છે અહીં ક્યારે કોના સંબંધો બને અને ક્યારે કોના સંબંધો બગડે એ વિશે કંઇ કહી શકાય નહીં. બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમાર પણ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં દિવ્યાએ પોતાના નામમાંથી પતિની સરનેમ હટાવી દીધી છે. એટલું જ નહીં તેણે ટી-સિરીઝને પણ અનફોલો કરી દીધી છે. હવે દિવ્યાના આ પગલાને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે તેના પતિથી અલગ થવા જઈ રહી છે અને બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.
દિવ્યા ખોસલા મ્યુઝિક લેબલ ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે. અભિનેત્રીએ દિવ્યા ખોસલા કુમારના નામથી પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવી હતી, પરંતુ હવે તેણે પોતાના નામમાંથી પતિની સરનેમ ‘કુમાર’ હટાવી દીધી છે. આટલું જ નહીં અભિનેત્રીએ મ્યુઝિક કંપની T-Seriesને પણ અનફોલો કરી દીધી છે. તેની પ્રોફાઈલનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું દિવ્યા અને ભૂષણ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?
જોકે, આ અંગે પૂછવામાં દિવ્યાના પતિની ટીમને પૂછવામાં આવતા ભૂષણની ટીમે કહ્યું હતું કે દિવ્યા અને ભૂષણના છૂટાછેડાના સમાચારમાં કોઈ સત્ય નથી અને ઇન્ટરનેટ પર ફેક સ્ટોરીઝ ફરી રહી છે. ઉપરાંત એક એક્સક્લુઝિવ મીડિયા ટૉકમાં, ટી-સીરીઝના પ્રવક્તાએ કહ્યું હતું કે દિવ્યા ખોસલાએ જ્યોતિષની માન્યતાઓને કારણે તેના પતિની અટક કાઢી નાખી છે. આ તેમનો અંગત નિર્ણય છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. કપલ વચ્ચે બધું બરાબર છે. ઇન્ટરનેટ પર ફરતી વાર્તાઓ પાયાવિહોણી છે.
દિવ્યા અને ભૂષણની પહેલી મુલાકાત ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં’ના સેટ પર થઈ હતી. ભૂષણ કુમાર સાથે લાંબા સંબંધો પછી, દિવ્યાએ 13 ફેબ્રુઆરી 2005ના રોજ જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં ભૂષણ સાથે લગ્ન કર્યા હતા. ભૂષણ સ્વર્ગસ્થ ગુલશન કુમારના પુત્ર છે. દિવ્યા તેમની પત્ની છે. દિવ્યા તેની આગામી ફિલ્મ ‘હીરો હીરોઈન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી તે સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરશે.