આ બૉલીવૂડ કપલે ગુપચુપ કરી લીધી સગાઈ

મુંબઈ: પુલકિત સમ્રાટે લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અભિનેત્રી કૃતિ ખરબંદા સાથે સગાઈ કરી લીધી છે. આ સગાઈ તેના એક મિત્રના ઘરે થઈ હતી. પુલકિત અને કૃતિની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી બે તસવીરોમાંથી એકમાં કૃતિ તેની એન્ગેજમેન્ટ રિંગને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તે પુલકિત સાથે રોમેન્ટિક અંદાજમાં ઉભી છે. જ્યારે બીજી તસવીરમાં બંને પોતપોતાના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે ઉભા છે.
આ તસવીરો રિયા લુથરા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીર શેર કરતી વખતે રિયાએ લખ્યું, ફેમ જામ! બ્લેસ્ટ. કૃતિ અને પુલકિત તેમના મિત્રો સાથે હસતા જોવા મળે છે. કૃતિ ગોલ્ડન બોર્ડરવાળા રોયલ બ્લુ અનારકલી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે, પુલકિત સમ્રાટે ફ્લોરલ પ્રિન્ટ સાથે સફેદ કુર્તા પસંદ કર્યો હતો. કૃતિએ તેની સગાઈની રીંગ પણ ફ્લોન્ટ કરી. પુલકિત અને કૃતિના ચાહકો અને ઇન્ડસ્ટ્રીના મિત્રો કપલને અભિનંદન આપી રહ્યા છે. બંનેની જોડીને ક્યૂટ ગણાવવામાં આવી રહી છે.

પુલકિત સમ્રાટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને કૃતિ ખરબંદા એકબીજાના પૂરક છે. બંને એકબીજા વિના અધૂરા છે.
વાહ ભાઈ હવે અમે તો એવું ઈચ્છીએ કે તમે બન્ને જલદી પ્રભુતામાં પગલાં માંડો ને અધૂરામાંથી પૂરાં થઈ જાઓ.