પડદા પર 7 એક્ટર નિભાવી ચૂક્યા છે ભગવાનનો રોલ, છેલ્લા અભિનેતાએ તો… | મુંબઈ સમાચાર

પડદા પર 7 એક્ટર નિભાવી ચૂક્યા છે ભગવાનનો રોલ, છેલ્લા અભિનેતાએ તો…

બોલીવૂડ અને એની ફિલ્મોનો ક્રેઝ માત્ર ઈન્ડિયા જ નહીં પણ દુનિયાભરમાં જોવા મળે છે અને લોકોમાં આ ક્રેઝ જોવા મળે છે એનું સૌથી વધુ શ્રેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને જાય છે. પડદા પર કોઈ પણ રોલ કરવો અને એમાં પણ જ્યારે વાત કરીએ ભગવાનના રોલની તો એ કરવું ખૂબ જ અઘરું છે.

આ રોલ માટે એક ગરિમા, સંવેદનશીલતા, સશક્ત વ્યક્તિત્વનો સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે અહીં વાત કરીશું એવા જ કેટલાક કલાકારોની કે જેમણે પડદા પર ભગવાનનો રોલ નિભાવીને દર્શકોના દિલોદિમાગ પર એક અલગ છાપ છોડી હતી. ચાલો જોઈએ કયા છે આ કલાકારો-

અમિતાભ બચ્ચન (ફિલ્મ ફક્ત પુરુષો માટે):

ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે અમિતાભ બચ્ચન એક દિવ્ય માર્ગદર્શકનો રોલ નિભાવ્યો હતો. આ પિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં ફેન્ટસી અને સોશિયલ મેસેજનો એક અનુઠો મેળ જોવા મળે છે.

આ ફિલ્મની સ્ટોરી શ્રાદ્ધના પવિત્ર 16 દિવસ પર આધારિત છે, જ્યાં પુરુષોત્તમ નામના દાદાના મૃત્યુ બાદ પરલોક સિધાવ્યા બાદ પોતાના પૌત્રના લગ્ન રોકવા માટે જે જાદુઈ તરકીબો અપનાવે છે એના પર આધારિત છે. અમિતાભ બચ્ચનનું કેરેક્ટર પેઢીઓના આ ટકરાવમાં સંતુલન, બુદ્ધિ અને હાસ્યનો ઉમેરે છે.

અક્ષય કુમાર (ફિલ્મઃ ઓહ માય ગોડ, ઓહ માય ગોડ-2):

અક્ષય કુમારે ફિલ્મ ઓહ માય ગોડ અને તેની સિક્વલ ફિલ્મ ઓહ માય ગોડ ટુમાં ભગવાનનો રોલ કર્યો હતો. ઓહ માય ગોડમાં તેમણે આધુનિક કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો જે સૂટ અને બાઈક પર સવાર થઈને ધર્મના નામે પાખંડ ફેલાવનારાઓને પડકારે છે. જ્યારે આ જ ફિલ્મની સિક્વલ ઓહ માય ગોડ-ટુમાં તેણે શિવના દૂતનો રોલ કર્યો હતો, જ્યાં તેની એક્ટિંગ વધુ અધ્યાત્મિક અને ગંભીર બની ગયો.

સંજય દત્ત (ફિલ્મઃ વાહ લાઈફ હો તો ઐસી):

સંજય દત્તે બોલીવૂડ ફિલ્મોમાં અત્યાર સુધી જોવા મળેલા સૌથી કુલેસ્ટ યમરાજનો રોલ આ ફિલ્મમાં કર્યો હતો. પારંપારિક ડરામણા વસ્ત્રોથી અલગ સ્ટાઈલિશ વસ્ત્રોમાં વિન્ટેજ કાર ચલાવી રહેલાં યમરાજ એકદમ મજાકિયા અને દિલકશ હતા. તેમણે મૃત્યુની ધારણાને ડરામણા અંતને બદલે પ્રેમ, પરિવાર અને જીવનની નિરંતરતાનું પ્રતિક બનાવી દીધું હતું.

પ્રભાસ (ફિલ્મઃ આદિપુરુષ):

સાઉથના સુપરસ્ટાર પ્રભાસે ફિલ્મ આદિપુરુષ ભગવાન રામની ભૂમિકા નિભાવીને એક દિવ્ય છબિને જિવંત કર્યો છે. ફિલ્મનો ઉદ્દેશ રામાયણની જૂના મૂલ્યોને આધુનિક ટેક્નોલોજી અને ફિલ્મી લેન્ગ્વેજમાં રજૂ કરવાનો હતો. પ્રભાસની શાંત, સંયમિત અને સશક્ત ઉપસ્થિતિએ તેની આ ભૂમિકા માટે પરફેક્ટ બનાવ્યો હતો. ભલે ફિલ્મના કેટલાક હિસ્સા પર વિવાદ થયા, પણ પ્રભાસની ગરિમા અને એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા.

કેટરિના કૈફ (ફિલ્મઃ હેલો):

કોઈએ નહીં વિચાર્યું હોય કે ગ્લેમરસ એવી કેટરિના કૈફે ભગવાનનો રોલ કર્યો હશે. પરંતુ ફિલ્મ હેલોમાં તેમણે એક આધુનિક, સાદગીથી ભરપૂર લૂકમાં દર્શકોના દિલ જિતી લીધા હતા. તેણે ફિલ્મમાં જીવનમાં ફસાયેલા કેરેક્ટરને આત્મવિશ્વાસ અને આત્મચિંતનના પાઠ ભણાવ્યા હતા. ધાર્મિક ઓળખથી આગળ વધીને આ ફિલ્મના માધ્યમથી એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે સાચી તાકાત આપણી અંદર જ છે.

રિષી કપૂર (ફિલ્મઃ થોડા પ્યાર થોડા મેજિક):

દિવંગત અભિનેતા રિષી કપૂરે આ ફિલ્મમાં એક સ્વર્ગીય માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. સફેદ પોશાખમાં સજ્જ રિષી કપૂરે ફિલ્મના કેરેક્ટરને સાચો રસ્તો દેખાડ્યો હતો અને સ્ટોરીમાં એક ભાવનાત્મક ઉંડાણ જોડે છે. ફિલ્મને ભલે જ મિશ્રિત પ્રતિક્રિયા મળી હોય પણ રિષી કપૂરનું પ્રદર્શન આ ફિલ્મની સૌથી મોટી તાકાત સાબિત થઈ હતી.

દારા સિંહ (ફિલ્મઃ બજરંગબલી અને રામાયણ):

દારા સિંહે નિભાવેલો હનુમાનનો રોલ આજે પણ લોકોને યાદ છે. તેમની મજબૂત કાયા, માસુમિયત અને આંખની ભાવનાઓ આ રોલને અસાધારણ બનાવ્યો હતો. તેમણે એટલી સુંદર રીતે લોકોની સામે હનુમાનનો રોલ નિભાવ્યો હતો કે લોકો તેમને રિયલમાં પૂજવા લાગ્યા હતા. દારા સિંહે શક્તિ અને ભક્તિનો સંગમ રજૂ કર્યો જે આજે પણ ધાર્મિક સિનેમાની ઓળખ બનાવી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button