માત્ર 50 કરોડની ફિલ્મે કરી 500 કરોડની કમાણી, હજુ પણ થિયટરો ઊભરાય છે…
ગઈકાલે જ 1300 કરોડની ફિલ્મ પીટાઈ ગઈના અહેવાલ હતા ત્યારે ફિલ્મ કેટલા નાણા ખર્ચીને બને છે કે તેમાં હીરો-હીરોઈન કોણ છે તે મહત્વનું નથી, પણ ફિલ્મની વાર્તા લોકોને ગમે છે કે નહીં તે જરૂરી હોય છે. રૂ. 50 કરોડ આમતો નાનું બજેટ ન કહેવાય પણ એકબાજું 300 કે 500 કરોડની ફિલ્મ 500-700 કરોડની કમાણી કરે અને બીજી બાજુ માત્ર 50 કરોડની ફિલ્મ
આ પણ વાંચો : ફિલ્મ Stree-2માં છુપાયેલો સમાજ માટે આ સિક્રેટ મેસેજ, તમારા સુધી પહોંચ્યો કે?
સ્ત્રી-ટુ
આજે 550 કરોડ સુધી પહોંચવાની તૈયારીમાં છે. ફિલ્મ થિયેટરમાં રિલિઝ થયાને 24 દિવસ થયા પણ મોટાભાગના થિયટરોમાં ફિલ્મ ચાર-પાંચ શૉમાં ચાલે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે ફિલ્મે ગણેશ ચતુર્થીની રજાના દિવસે સાડા આઠ કરોડની કમાણી કરી હતી. ફિલ્મની અત્યાર સુધીની કમાણી 540 કરોડથી વધારે થઈ છે અને આજે રવિવારના દિવસે 550 કરોડ થાય તેવી પૂરી સંભાવના છે. ફિલ્મ જવાન અને પઠાણની કુલ કમાણીથી થોડી જ દૂર છે. જોકે આ બન્ને ફિલ્મો એસઆરકેની બિગ બેનર ફિલ્મો હતી અને તેનું ખૂબ જ માર્કેટિંગ થયું હતું જ્યારે સ્ત્રી-ટુ એક નાનકડા ગામની વાર્તા સાથેની કૉમેડી-હૉરર ફિલ્મ છે. ફિલ્મમાં સારો સંદેશ પણ છે. ફિલ્મના દરેક પાત્રએ કમાલ કરી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરનો અભિનય વખણાયો છે, પણ સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનરજી સહિતના કલાકારોએ પણ ઘણું સારું કામ કર્યું છે. ફિલ્મમાં સરકટા અને સ્ત્રી વચ્ચેનું યુદ્ધ પણ બધાને ખૂબ જ ગમ્યું છે.
તમન્ના ભાટિયા અને વરૂણ ધવવનો કેમિયો ફિલ્મમાં મનોરંજનનો તડકો લગાવે છે. 2018માં બનેલી સ્ત્રીની સિકવન્સ આટલી કમાણી કરશે તે સૌ કોઈની કલ્પના બહાર હતું, પણ આખરે તો દર્શક જ રાજા છે અને તેને ક્યારે શું ગમે તે તેના સિવાય કોઈ જાણતું નથી.