Shahrukh Khan, Karan Johar કે Aaditya Chopra નહીં પણ આ વ્યક્તિ છે બોલીવૂડનો Mukesh Ambani…
બોલીવૂડમાં દર વર્ષે 1000થી વધુ ફિલ્મો રિલીઝ થાય છે પણ એમાંથી ગણતરીની ફિલ્મો જ બોક્સ ઓફિસ પર પોતાની છાપ છોડવામાં સફળ થાય છે તો કેટલીક ફિલ્મો કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરીને પ્રોડ્યુસર્સને માલામાલ કરે છે. ફિલ્મ હિટ થતાં એક્ટરથી લઈને ડિરેક્ટર, પ્રોડ્યુસર સુધીના લોકો પૈસા કમાય છે.
પરંતુ શું તમને ખબર છે કે બોલીવૂડનો મુકેશ અંબાણી કોણ છે? જો તમે આ સવાલના જવાબમાં શાહરૂખ ખાન, કરણ જોહર કે આદિત્ય ચોપ્રાનું નામ લેવાના હોવ તો બોસ તમારો આ જવાબ ખોટો છે. અમે અહીં બોલીવૂડના એવા બિલિયોનેરની વાત કરી રહ્યા છે કે એની સાદગી જોઈને એની સંપત્તિનો અંદાજ પણ ના લગાવી શકાય. આ બિલિયોનેર બીજું કોઈ નહીં પણ રોની સ્ક્રુવાલા (Ronnie Screwvala) છે.
તમારી જાણ માટે કે રોની સ્ક્રુવાલાએ બોલીવૂડમાં 130થી વધુ ફિલ્મો તેમ જ ટીવી શો પ્રોડ્યુસ કર્યા છે અને તે બોલીવૂડના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હાલમાં જ ફોર્બ્સે રોની સ્ક્રુવાલાને બોલીવૂડના સૌથી અમીર અને એક માત્ર બિલિયોનેરનો ખિતાબ આપ્યો હતો. રોની સ્ક્રુવાળાની નેટવર્થ 13,000 કરોડ રૂપિયા (600 મિલિયન ડોલર ઓવરસીઝ)થી વધુ છે.
2012માં રોની સ્ક્રુવાલાએ ડિઝની સાથે એક ડિલ કરી હતી અને આ ડિલમાં રોનીએ પોતાની કંપનીના શેર વેચ્યા હતા, જેના બદલામાં રોનીને 1 બિલિયન ડોલરની રકમ મળી હતી. ત્યાર બાદ રોનીએ એક પ્રોડક્શન કંપની શરૂ કરી અને અનેક સુપરહિટ ફિલ્મો આપી. રોની 130થી વધુ ફિલ્મો અને શો પ્રોડ્યુસ કરી ચૂક્યો છે. રોની એક પ્રોડ્યુસર હોવાની સાથે સાથે સફળ બિઝનેસમેન છે. આ સાથે જ રોની સ્ક્રુવાલા બોલીવૂડના સૌથી અમીર માણસ બની ગયા છે.
13000 કરોડ રૂપિયા સાથે રોની બી-ટાઉનનો સૌથી અમીર વ્યક્તિ છે અને ત્યાર બાદ બીજા નંબરે આવે છે ટી-સિરીઝના ભૂષણ કુમાર. ભૂષણ કુમારની નેટવર્થ 1.2 બિલિયન ડોલર્સ છે. ત્યાર બાદ 850 ડોલર સાથે આદિત્ય ચોપ્રા અને શાહરૂખ ખાન ત્રીજા નંબરે આવે છે. 550 મિલિયન ડોલર સાથે જૂહી ચાવલા પાંચમા નંબરે છે.