મનોરંજન

શાહરૂખ કે અમિતાભ નહીં! 21મી સદીના સર્વશ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના માત્ર એક જ…. 4 વર્ષ પહેલા દુનિયા છોડી દીધી…

2024નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. એવા સમયે મનોરંજન જગતમાં પણ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે હાલમાં વિશ્વભરમાં 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોના નામની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી તૈયાર કરવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે.

આ પણ વાંચો : નવા વર્ષને આવકારવા ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓની શું છે યોજના, જાણો

The Sydney morning herald

તેને બનાવવા માટે વર્ષ 2000 પહેલા બનેલી મોટાભાગની ફિલ્મોને આધાર તરીકે ગણવામાં આવી છે. આ પછીની કેટલીક ફિલ્મોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે એમાં માત્ર એક જ ભારતીય અભિનેતાનું નામ છે. અને એ અભિનેતા શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન નથી.

આપણે જોઇએ કે આ યાદીમાં કયા ભારતીય કલાકારોનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન જેવા કલાકારો કે જાણીતી ભારતીય અભિનેત્રીઓ પણ તેમાં સ્થઆન પામી શકી નથી. આ યાદીમાં માત્ર એક ભારતીય અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તે છે દિવંગત ઈરફાન ખાન. આ યાદીમાં ઈરફાન ખાનને 41મું સ્થાન મળ્યું છે.

ઇરફાન ખાનની વાત કરીએ તો તેમણે વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ માત્ર 53 વર્ષના હતા. ગંભીર બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. ઇરફાને તેની કારકિર્દીની શરૂઆત 1980ના દાયકાના અંતમાં શરૂ કરી હતી. ત્રણ દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં તેમણે ટીવી અને બોલિવૂડ ઉપરાંત હોલિવૂડમાં પણ કામ કર્યું હતું. તેમણે ઘણી શાનદાર ફિલ્મો આપી છે.

ઇરફાન ખાનને આસિફ કાપડીયાની બ્રિટિશ ફિલ્મ ‘ધ વોરિયર’થી સફળતા મળી હતી. આ ફિલ્મમા ંતેમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થયું હતું. ત્યાર બાદ ઇરફાન ખાન તિગ્માંશુ ધુલિયાની ફિલ્મમાં જોવા મળ્યા હતા. વિશાલ ભારદ્વાજના ગેંગસ્ટર ડ્રામા ‘મકબૂલ’ અને મીરા નાયરના 2006ના રોમેન્ટિક ડ્રામા ‘ધ નેમસેક’માં તેમની ભૂમિકાઓ ઘણી વખણાઇ હતી.

આ પણ વાંચો : જાણીતી અભિનેત્રીએ કહ્યું હા, મારી દીકરી અનેક છોકરાઓને ડેટ કરી રહી છે…

તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં લાઇફ ઇન અ મેટ્રો’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘પાન સિંહ તોમર’, ‘લાઇફ ઓફ પાઇ’, ‘ધ લંચબોક્સ’, ‘કિસ્સા’, ‘હૈદર’, ‘પીકુ’ ‘તલવાર’, ‘હિન્દી મીડિયમ’, ‘ધ સોંગ ઑફ સ્કોર્પિયન્સ’, ‘કરીબ કરીબ સિંગલ’, ‘કારવાં’ અને ‘અંગ્રેજી મીડિયમ’ વગેરેનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button