મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હીરામંડીની’બિબ્બોજાન’ 400 વર્ષ જૂના મંદિરમાં પ્રેમી સંગ લેશે સાત ફેરા…

બોલિવૂડમાં અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયક્ષમતા દેખાડી ચૂકેલી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી અને હવે ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે તેમના લગ્ન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે અને સિદ્ધાર્થ ડેસ્ટિનેશન વેડિંગમાં નહીં માનતા. તેઓ પરંપરાગત વેડિંગમાં માને છે અને તેથી જ તેઓ 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કરશે, જે તેના પરિવાર માટે ઘણું જ મહત્વપૂર્ણ છે. આ સિવાય અદિતિ અને સિદ્ધાર્થના લગ્નની તમામ વિગતો પણ સામે આવી છે.

આ પણ વાંચો : રકુલપ્રીત બાદ વધુ એક અભિનેત્રી લેશે સાતફેરા, આ અભિનેતા સાથે કરશે બીજીવાર લગ્ન…

અભિનેત્રીએ જણાવ્યું છે કે તે સિદ્ધાર્થ સાથે વાનપર્થી પાસેના 400 વર્ષ જૂના શ્રીરંગાપુરમ મંદિરમાં તેના પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કરશે. પોતાના પરિવાર અને પ્રેમ વિશે વાત કરતા અદિતિએ જણાવ્યું હતું કે તે હંમેશા તેની દાદીની ઘણી નજીક હતી. તેની દાદીએ હૈદરાબાદમાં એક શાળા શરૂ કરી હતી. આ શાળાની અંદર જ સિદ્ધાર્થે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ‘જ્યારે અમે શાળાએ ગયા, ત્યારે તે ઘૂંટણિયે પડી ગયો, મને લાગ્યું કે તે તેના પગરખાં ગોઠવી રહ્યો છે, પરંતુ તે મને પ્રપોઝ કરી રહ્યો હતો.’ એમ અદિતિએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ 2021માં સાથે કામ કર્યા બાદ અદિતિ અને સિદ્ધાર્થે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી આ ક્યુટ કપલે 2024 માં સગાઈ કરી હતી અને હવે આ વર્ષે લગ્ન કરવાની યોજના બનાવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અદિતિ છેલ્લે વેબ સિરીઝ ‘હીરામંડી’માં અભિનય કરતી જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button