મુંબઈ એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી અભિનેત્રીઓ

મુંબઈઃ પાપરાઝીને બોલીવુડની બે ફિટ સુંદરીઓ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર સૌથી અભિનેત્રી સોહા અલી ખાન સવારે તેની પુત્રી ઈનાયા ખેમુ સાથે જોવા મળી હતી. જ્યાં તે એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળ્યા હતા.

આ દરમિયાન અભિનેત્રીની પુત્રી ઇનાયાનો ક્યૂટ લૂક જોવા મળ્યો હતો. જેના ચહેરા પર માસ્ક અને હાથમાં બેગ હતી.

નેવુંના દાયકાની લોકપ્રિય અભિનેત્રી ઈશા કોપ્પીકર પણ આજે એરપોર્ટ પર જોવા મળી હતી, તેણે ગુલાબી ટ્રેક સૂટમાં પેપ્સ માટે પોઝ આપ્યો હતો.

કપૂર પરિવારની લાડલી અને પટોડી ખાનદાનની વહૂરાણી કરીના કપૂર પણ આજે એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી પોતાના પરિવાર સાથે વેકેશન મનાવીને ભારત પરત ફરી છે.

બોલીવુડની ફિટનેસ ક્વીન કહેવાતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પણ આજે પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન તે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ પિંક કલરનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. જેમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

મલાઈકા અરોરા પણ મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી દ્વારા જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીએ ક્રોપ ટોપ સાથે મોટા કદનો કોટ પહેરીને ફેશન ટચ આપ્યો હતો.