હેં, આ અભિનેત્રીએ કરોડો રૂપિયામાં ગિરવે મૂક્યા મુંબઈના ફ્લેટ અને…

બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Bollywood Actress Tamannaah Bhatia) અંધેરી ખાતે આવેલી તેની ત્રણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી 7.84 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ગિરવે મૂકીને જુહુમાં દર મહિનાના 18 લાખ રૂપિયાના ભાડા પર એક કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે લીધી છે. તમન્નાએ જુહુ તારા રોડ પર 6065 સ્ક્વેર ફૂટની આ કોમર્શિયલ પ્રોપર્ટી પાંચ વર્ષ માટે ભાડા પર લીધી છે.
તમન્નાએ જે પ્રોપર્ટી ભાડે લીધી છે એમાં ચોથા વર્ષે 20.16 લાખ રૂપિયા અને પાંચમા વર્ષમાં 20.96 લાખ રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. ડોક્યુમેન્ટ્સ જોતા જ ખ્યાલ આવે છે કે આ પ્રોપર્ટીમાં બિલ્ડિંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. 27 જૂન, 2024ના આ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે અને આ ડીલની સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 72 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
આ પન વાચો : Film કરતાં પહેલાં આ કામ કરતી હતી Bachchan Familyની Female Member…
તમન્ના ભાટિયાએ વીરા દેસાઈ રોડ ખાતેની એક રેસીડેન્શિયલ બિલ્ડિંગમાં આવેલા તેના 3 ફ્લેટ ઈન્ડિયન બેંક પાસે 7.84 કરોડ રૂપિયામાં ગિરવે મૂક્યા છે. આ પ્રોપર્ટી અંધેરીના લોખંડવાલા કોમ્પલેકસમાં 2595 સ્ક્વેર ફૂટમાં આવેલા છે.
દરમિયાન સાઉથની સુપર સ્ટાર એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ મુંબઈમાં આવેલા પોતાના આ ત્રણ ફ્લેટ ગિરવે મૂકીને આ એક કોમર્શિયલ પ્રોપર્ટી કેમ ખરીદી છે અને તેનું કારણ સામે આવ્યું નથી. વાત કરીએ મુંબઈમાં ગયા મહિને થયેલી પ્રોપર્ટીની મોટી અને નોંધનીય ડીલ વિશે તો જૂન મહિનામાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પણ મુંબઈમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હોવાના અહેવાલો સામે આવ્યા હતા