
અત્યારે જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival 2024)ની ચર્ચા ચાલી રહી છે અને હોલીવૂડ તેમ જ બોલીવૂડની હસીનાઓ પોતાના હુસ્નનો જાદુ વિખેરી રહી છે. આ યાદીમાં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ફ્રેક્ચર્ડ હાથ સાથે પણ ગ્રેસફૂલી રેડ કાર્પેટ પર વોક કરીને ફેન્સના દિલ જિતી લીધા હતા. આ બધા વચ્ચે બોલીવૂડની જ હસીનાએ પોતાના ક્યૂટ અને ડોલવાળા લૂકથી ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ફેલ કરી દીધી હતી. આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ…

બોલીવૂડની આ એક્ટ્રેસનું નામ છે કિયારા અડવાણી (Kiara Advani). કિયારા અડવાણીએ પણ આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ડેબ્યુ કર્યું છે, પરંતુ કિયારાના ડિનર પાર્ટી લૂકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. કિયારાના આ લૂકના ફેન્સ ભરભરીને વખાણ કરી રહ્યા છે અને તેના આ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
કાનમાં રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના વીમેન ઈન સિનેમા ગાલા ડિનરમાં કિયારા અડવાણીએ પણ ભાગ લીધો હતો. કિયારાનો આ લૂક જોઈને તમે ઐશ્વર્યા રાય બચ્ચન અને ઉર્વશી રૌતેલાનો લૂક પણ ભૂલી જશો. કિયારાએ ડિનર ગાલામાં સ્ટ્રેપલેસ પિંક ટોપની સાથે ફિશ કટ લોન્ગ સ્કર્ટ કેરી કર્યું હતું. આ સાથે હાથોમાં લોન્ગ નેટ ગ્લવ્ઝ પહેર્યા હતા. કિયારાએ આ સાથે ડાયમંડ સ્નેક સ્ટાઈલ જ્વેલરી પહેરીને કમ્પલિટ કર્યું હતું.
હેર સ્ટાઈલની વાત કરીએ તો કિયારાએ હાઈ ટાઈટ હેર બન અને ગ્લોસી મેકઅપમાં કિયારા એકદમ બાર્બી ગર્લ જેવી લાગી રહી છે. ફેન્સ પણ કિયારાના આ લૂકને બાર્બી ગર્લ સાથે સરખાવી રહ્યા છે. તમે પણ ના જોયો તો જોઈ લો કિયારાનો આ બાર્બી ગર્લ લૂક…