આ મહિને લગ્ન કરશે બોલીવુડનો ફેમસ એક્ટર!
આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક પ્રેમી પંખીડાઓ લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પછી સ્વરા ભાસ્કરએ લગ્ન કરી લીધા છે. તાજેતરમાં, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા હતા, જેમાં રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગના અનેક સ્ટાર્સ સાક્ષી બન્યા હતા. હવે આ યાદીમાં એક મશહુર નામ ઉમેરાવા જઇ રહ્યું છે. હા, બોલિવૂડનો ફેમસ અભિનેતા લગ્ન કરી રહ્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં બંને એક આત્મીય સમારોહમાં લગ્ન કરી લેશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફક્ત બંનેના પરિવારના સભ્યો અને મિત્રો આ લગ્નમાં હાજરી આપશે. આ લગ્ન મુંબઈમાં નહીં થાય. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દંપતીના નજીકના સભ્યો આ વિશે જાણે છે પરંતુ તે અંગે ચર્ચા કરવા માંગતા નથી. બંને એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા બાદ આ અંગેની જાહેરાત કરશે.
47 વર્ષનો રણદીપ 37 વર્ષની લિનને લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે. જો કે બંનેએ હજુ સુધી આ વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ 2021માં લિનના જન્મદિવસ પર રણદીપે આ અંગે એક હિંટ આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમની કેટલીક તસવીરો સામે આવી છે, જેના કારણે તેમના સંબંધો લાઈમલાઈટમાં રહ્યા છે.
મણિપુરની રહેવાસી લીન લેશરામ એક મોડલ અને અભિનેત્રી છે. તેણે ‘મેરી કોમ’, ‘રંગૂન’, ‘ઉમરીકા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં લીને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં કેમિયો પણ કર્યો છે. લિન મિસ નોર્થ ઈસ્ટ બ્યુટી પેજન્ટની પ્રથમ રનર અપ હતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો રણદીપ હુડા હવે ‘ સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ તે સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનેતા આ ફિલ્મથી દિગ્દર્શનના ક્ષેત્રમાં પણ પગ મૂકશે.