ધર્મેન્દ્ર, અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા આજે જીવી રહ્યો છે આવું જીવન…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકઝમાળથી કોઈની પણ આંખો અંજાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ અહીં ટકી રહેવું એ ખૂબ જ અઘરી વાચ છે. સારી સારી ફિલ્મો કર્યા બાદ પણ અનેક સ્ટાર્સ આજે ગુમનામીમાં જીવન વિતાવી રહ્યા છે. આજે અમે અહીં તમને એક આવા જ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છે. અક્ષય કુમાર અને ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરનાર આ સુપરસ્ટાર આજે બે ટંકના રોટલા માટે 10-12 કલાક વોચમેનની નોકરી કરવા મજબૂર બની ગયો છે. આવો જોઈએ કોણ છે આ કલાકાર…
અહીં વાત થઈ રહી છે બોલીવૂડ એક્ટર સવિ સિદ્ધુની. સવિ સિદ્ધુએ એક સમયે એકથી ચઢિયાતી એક ફિલ્મો આપી છે, પણ આજે તેઓ ગુમનામીમાં જીવી રહ્યા છે અને પાઈ પાઈ માટે મોહતાજ બની ચૂક્યા છે. સવિ સિદ્ધુએ ફિલ્મ પટિયાલા હાઉસમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી અને એક ઈન્ટરવ્યુમાં એક્ટરે પોતાના સંઘર્ષભર્યા જીવન વિશે વાત કરી છે.
ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તેણે અનુરાગ કશ્યપને મળ્યા હતા અને તેમની એક ફિલ્મમાં કામ કર્યું હતું, પણ આ ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ શકી. સવિ સિદ્ધુએ પોતાની તમામ ફિલ્મોમાં હંમેશા સપોર્ટિંગ એક્ટરનો રોલ જ કર્યો છે. 1995માં આવેલી ફિલ્મ તાકતથી તેમણે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા સાથે સ્ક્રીન શેર કરી હતી. છેલ્લે અભિનેતા ફિલ્મ બેવકુફિયામાં જોવા મળ્યો હતો.

22 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં આયુષમાન ખુરાના હતો અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ ધીરે ધીરે સવિ સિદ્ધુ પણ ઈન્ડસ્ટ્રીમાંથી ઓઝલ થઈ ગયા. 2013માં આવેલી ફિલ્મ આરંભમમાં પણ તેણે કામ કર્યું હતું અને ધીરે ધીરે તેમને કામ મળવાનું બંધ થઈ ગયું. ઘર ચલાવવા માટે તેણે કંઈક કરવાનું નક્કી કર્યું અને હવે સવિ વોચમેનની નોકરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. સવિ સિદ્ધુ લોખંડવાલાના એક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે નોકરી કરી રહ્યા છે અને તેમના પરિવારમાં કોઈ નથી અને એકલા જ જીવન જીવી રહ્યા છે.