મનોરંજન

ગર્ભવતી દીપિકા પાદુકોણને કોણે વાળથી પકડીને ઘસડી?

હાલમાં થિયેટરોમાં ફિલ્મ કલ્કી 2898 એડી રાજ કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને તેણે ભરપૂર કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી કાઢ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના રોલની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. દીપિકાએ કલ્કીમાં ગર્ભવતી મહિલાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન, દિપીકા પાદુકોણ સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં કમાન્ડર માનસની ભૂમિકા અભિનેતા શાશ્વત ચેટરજીએ ભજવી છે. શાશ્વતે હાલમાં દીપિકા પાદુકોણને લઇને મોટો ખુલાસો કર્યો છે.

આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં, દીપિકા પાદુકોણે સુમતિનું પાત્ર ભજવ્યું છે, જે વિષ્ણુના 10મા અવતારને જન્મ આપવા જઈ રહી છે. ફિલ્મમાં અભિનેત્રીને ગર્ભવતી દર્શાવવામાં આવી છે. દીપિકાએ તેના પાત્રમાં જાન ફૂંકી દીધો છે. ચારે કોર તેના અભિનયના વખાણ થઇ રહ્યા છે. ફિલ્મમાં કમાન્ડર માનસની ભૂમિકા ભજવનાર શાશ્વત ચેટરજીએ પણ દિપીકાના અભિનયના વખાણ કર્યા છે. શાશ્વતે કલ્કિ 2898 એડીના ક્લાઈમેક્સ સીનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ સીનમાં તેની સેના શંભલા પર હુમલો કરે છે.

એ સમયે કમાન્ડર માનસ ગર્ભવતી સુમતિને એના વાળ પકડીને ઘસડે છે. શાશ્વતે જણાવ્યું કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવ્યો ત્યારે દિપીકા ખરેખર ગર્ભવતી હતી. આ ઇન્ટેન્સ સીનના શૂટિંગ વખતે દિપીકાના પતિ અભિનેતા રણવીર સિંહ પણ સેટ પર હાજર હતા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં લગ્ન કર્યા હતા. તેઓ સપ્ટેમ્બર, 2018માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

ફિલ્મ કલ્કીની વાત કરીએ તો આ ફિલ્મે 12 દિવસમાં રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker