બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ જુના કેસમાં જાલંધર કોર્ટમાં હાજર થયા, જામીન મળ્યા

જાલંધર : બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ પૂર્વે રિલીઝ થયેલી ફિલ્મ “બહન હોગી તેરી”ના વિવાદમાં ફસાયા છે. જેના પગલે આજે તેમને જાલંધર કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. રાજકુમાર રાવ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. તેની બાદ એકટર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં કેસ દાખલ કરવામાં આવ્યો
બોલીવુડ એકટર રાજકુમાર રાવ વિરુદ્ધ ફિલ્મ “બહન હોગી તેરી” ને મુદ્દે વર્ષ 2017માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જાલંધરના શિવસેનાના નેતાએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં ભગવાન શિવ શંકરને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ નેતા ફિલ્મના પ્રોડ્યુસર પણ છે.
ભગવાન શિવને બાઈક બેસેલા દેખાડવામાં આવ્યા
આ ફિલ્મના એક સિન જેમાં રાજકુમાર રાવને ભગવાન શિવના અવતારમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મનું એક પોસ્ટર પણ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં રાજકુમાર રાવને ભગવાન શિવના ગેટઅપમાં બાઈક બેસેલા દેખાડવામાં આવ્યા હતા. જેના કારણે રાજકુમાર રાવ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો….મરાઠી ભાષા વિવાદ પર રાજકુમાર રાવની ટીપ્પણી, સોશિયલ મીડિયા અંગે કહી મહત્વની વાત