થાઈલેન્ડમાં મોજ માણતી નિયા શર્માની બોલ્ડ તસવીરો વાઈરલ, ચાહકોએ આપી સલાહ

નિયા શર્માએ થાઈલેન્ડમાં વેકેશનની મોજ માણતી જોવા મળી. તસવીરો વાઈરલ થયા પછી યૂઝરે તેની જોરદાર ટીકા કરી હતી. યૂઝર્સે તો એટલે સુધી કહ્યું કે ડ્રેસિંગ સેન્સ ઝીરો છે, જ્યારે અમુક લોકોએ યોગ્ય કપડા પહેરવા માટે ભલામણ કરી હતી.
જાણીતી ટીવી અભિનેત્રી નિયા શર્માએ ઈન્ડસ્ટ્રીમાં જેટલું પણ કામ કર્યું છે, જેમાં સફળતા પ્રાપ્ત કરી છે. પોતાના સપનાને સાકાર કરી શકી છે, જે તાજેતરમાં લાફ્ટર શેફ્સમાં કામ કર્યા પછી વેકેશનની મોજ માણવા માટે થાઈલેન્ડ પહોંચી છે.

થાઈલેન્ડના બીચ પર સમય પસાર કરતા નિયા શર્માએ તસવીરો શેર કરી ત્યારે ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ હતી, જેમાં નિયાના ચાહકોને તસવીરો ખૂબ પસંદ પડી હતી, જ્યારે અમુક યૂઝરને પસંદ નહીં પડતા લોકોએ તેની આકરી ટીકા પણ કરી હતી.

ટીવી સિરિયલ ‘એક હજારો મેં મેરી બહેના હૈ’થી ઘરે ઘરે જાણીતી બની હતી, ત્યાર બાદ ‘જમાઈ રાજા’થી લોકપ્રિય થઈ હતી. રિયલ લાઈફમાં નિયા શર્મા બોલ્ડ અંદાજમાં જોવા મળે છે, જ્યારે ફેશન સેન્સને કારણે પણ તેની તસવીરો અવારનવાર અચૂક ચર્ચામાં રહે છે. નિયા શર્માના બોલ્ડ અંદાજને લઈ લોકો તેને ટ્રોલ કરવાનું પણ ચૂકતા નથી.

દરિયાકિનારે મોજ માણતી નિયા શર્મા પોતાના ફ્રેન્ડ્સ સાથે પાઉડર બ્લુ કલરની રિવિલિંગ મોનોકનીમાં જોવા મળી હતી. કર્વી ફિગરને ફ્લોન્ટ કરતા એક પછી એક બોલ્ડ લૂકમાં જોવા મળેલી નિયાના દિલકશ અંદાજે લોકોને મોહી લીધા હતા, જેમાં એક યૂઝરે લખ્યું હતું કે પૂરા કપડા પહેરો તો સારા લાગો છો, જ્યારે અન્ય એક લખ્યું હતું કે તારી ડ્રેસિંગ સેન્સ બહુ ખરાબ છે.
