મનોરંજન

બોલ્ડ ડાન્સર નોરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિક્રેટ રિવીલ કરતા કહ્યું કે…

મુંબઈ: બૉલીવુડની હોટ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાન્સ સ્ટેપ્સ અને લૂકને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. નોરા તેના હોટ એન્ડ બોલ્ડ ડાન્સ મૂવ્સથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર આવી છે, પરંતુ હંમેશાં ખુશખુશાલ રહેતી નોરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની વર્તણૂક અંગે ચોંકાવનારો ખુલાસો કરતા લોકો દંગ રહી ગયા હતા. નોરાએ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સાથે થયેલા ખરાબ વર્તન વિશે વાત કરી હતી.

જાણીતો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં નોરા ફતેહી આવી હતી. આ દરમિયાન નોરા કહ્યું હતું કે બૉલીવુડના અનેક લોકોએ તેનું અપમાન કર્યું હતું. અનેક લોકોને મળ્યા બાદ મને અનુભવ થતો હતો કે આ લોકોનો ઇરાદા સારા હોતા નથી. મારી સાથે અનેક વખત આવું થયું હતું અને હાલમાં પણ મારી સાથે એવું જ વર્તન કરવામાં આવ્યું હતું. ફિલ્મી જગતના અનેક લોકો એવું વિચારે છે કે આ છોકરી અહીં સુધી કઈ રીતે આવી? મારી દીકરીઓ કેમ નહીં? મારા કામ અને પ્રસદ્ધિથી અનેક લોકો નારાજ છે.

નોરાએ કહ્યું હતું કે તે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બીજી છોકરીઓ જેવી નથી કે જે અભિનેતાઓ સાથે નમ્રતાથી વાત કરે. મને કોઈ ગડબડ લાગે છે તો એ બાબતે હું વાત કરીશ. મારું આવું વલણ અનેક લોકોને ગમતું નથી. લોકોને ચુપચાપ બધુ સહન કરનારી છોકરીઓ ગમે છે. તેઓને કામ જોઈએ છે તે માટે તેઓ વિનમ્ર થઈને વર્તે છે.

આવું કરવાનું કોઈને પણ અધિકાર નથી. છોકરીઓ કંઈ પણ નહીં બોલે એવું લોકોને જોઈએ છે. મારી બાબતે પણ આ છોકરીને કંઈ નથી આવડતું અને આ ફિલ્મી દુનિયામાં શું કરી રહી છે? એવી વાતો કરવાંમાં આવે છે, એવો ખુલાસો નોરા ફતેહીએ કર્યો હતો. નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા મોટે ભાગે ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરવા માટે જાણીતી છે. આ સાથે નોરા એક લીડ અભિનેત્રી તરીકે ફિલ્મ ‘ક્રેક’માં જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button