બ્લેક સાડીમાં બલાની સુંદર લાગી Gauri Khan, Shuhana Khan એ કરી એવી કમેન્ટ કે…

રોમેન્સ કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ની ગણતરી બોલીવૂડના પાવરકપલ તરીકે કરવામાં આવે છે. હાલમાં જ ફેમસ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં ગૌરી ખાન બ્લેક કલરની સાડીમાં પોતાના હુસ્નનો જાદુ ચલાવ્યો હતો. ગૌરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ આઉટફિટના ફોટો શેર કર્યા હતા, જેના પર દીકરી સુહાના ખાન સિવાય સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કમેન્ટ કરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
આ પણ વાંચો : Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!
શાહરુખ ખાન અને ગૌરી ખાનના લગ્નને 33 વર્ષ પૂરા થયા એ ધ્યાનમાં લઈને ગૌરીએ આજે દિવાળી પાર્ટીની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. શાહરુખ અને ગૌરીએ 25મી ઓક્ટોબર, 1991માં લગ્ન કર્યા હતા.
બ્લેક કલરની સાડીમાં ગૌરી ખાન બલાની સુંદર લાગી રહી હતી. આ સાડી સાથે તેણે ગ્લોસી મેકઅપ અને ઓપન હેર સાથે ગોલ્ડન જ્વેલરી કેરી કરી હતી. ગૌરી ખાનના આ ફોટો પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે. દીકરી સુહાના ખાને મમ્મી ગૌરીના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ… આ સાથે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સંગીતા બિજલાનીએ પણ આ ફોટો પર હાર્ટની ઈમોજી શેર કરી છે.
ફેન્સ ગૌરીની આ પોસ્ટ પર પાવરકપલને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે શાહરુખ ખાન અને ગૌરી ખાને લવ મેરેજ કર્યા હતા. ગૌરી જ્યારે 16 વર્ષની હતી ત્યારે શાહરુખ અને ગૌરીને પહેલી મુલાકાત થઈ હતી. આ લગ્નમાં શાહરૂખ ખાન અને ગૌરીના નજીકના લોકોએ હાજરી આપી હતી. એ સમયે શાહરૂખના કરિયરની હજી તો શરૂઆત થઈ રહી હતી.
આ પણ વાંચો : શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
શાહરુખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર હાલમાં પોતાની ફિલ્મ કિંગને લઈને લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં કિંગખાન સાથે દીકરી સુહાના ખાન પણ જોવા મળશે.