મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ નાના નાના રોલ કરીને પણ મોટું નામ કમાયું છે આ અભિનેતાએ


નાના નાના રોલ કરનારા કેટલાય સારા કલાકારો જૂનિયર આર્ટિસ્ટમાં ખપી જાય છે અને બહુ લાંબા સમય બાદ તેમને યશ મળે છે અથવા તો ન પણ મળે, પણ આજનો આપણો બર્થ ડે બૉય આમાં અપવાદ છે. તેણે ફિલ્મોમાં સુપરસ્ટાર સામે પણ નાના રોલ કરી નામ અને લોકપ્રિયતા બન્ને કમાયા છે. વાત છે શરદ કેલકરની. સાત ફેરે ટીવી સિરિયલમાં નાહરના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયેલા શરદનો આજે 48મો જન્મદિવસ છે. સિરિયલો બાદ ફિલ્મોમાં પણ શરદે સારા રોલ મેળવ્યા છે અને નિભાવ્યા છે. અભિનય સિવાય તે ફીટનેટ ટ્રેન છે અને વૉઈસઓવર આર્ટિસ્ટ પણ છે. બાહુબલિમાં તમે છે પ્રભાસનો અવાજ સમજો છો તે ખરેખર શરદ કેલકરનો છે.


7 ઓક્ટોબર 1976ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા શરદને કેટલીકવાર ફિલ્મો અને વેબ સિરીઝમાં સ્ક્રીનટાઈમ ઓછો મળ્યો હતો, તેમ છતાં તેણે પોતોના અભિનયથી રંગ જમાવ્યો છે. અભિનેતાના આવા જ અમુક પાત્રોની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીમાં શરદ કેલકરે નપુંસકની ભૂમિકા ભજવી હતી. શરદ 15 મિનિટના આ પાત્રમાં મગ્ન હતો.
વર્ષ 2017માં સંજય દત્તની ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું ભૂમિ. આ ફિલ્મમાં શરદ કેલકર પણ હતો. શરદે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. સંજય દત્તની આસપાસ ફરતી આ ફિલ્મમાં શરદ કેલકરે વિલનની ભૂમિકા ખૂબ જ જોરદાર રીતે ભજવી હતી.
અજય દેવગન અભિનીત ફિલ્મ તાનાજીમાં છત્રપતિ શિવાજીના નાના રોલમાં શરદ કેલકરને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.
શરદે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ગોલિયોં કી રાસ લીલા – રામ લીલામાં કાનજીભાઈની ખૂબ જ નાની ભૂમિકામાં ઊંડી છાપ છોડી હતી. શરદે અજય દેવગન અને ઈમરાન હાશ્મીની ફિલ્મ બાદશાહોમાં ઈન્સ્પેક્ટર દુર્જનની શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનો રોલ માત્ર થોડી મિનિટો માટે જ હતો, પણ ફિલ્મ યાદ કરશો તો તમે શરદને પણ યાદ કરશો. મનોજ બાજપેયીની બહુચર્ચિત વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં, શરદ કેલકરે ઓછા સ્ક્રીન ટાઈમ સાથે અરવિંદ નામના પાત્ર માટે ઘણી પ્રશંસા મેળવી હતી.

શરદની પત્ની કિર્તી પણ અભિનય ક્ષેત્રે નામ કમાઈ ચૂકી છે. બન્નેને સંતાનમાં એક દીકરી છે જેની સાથે તેઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહેતા હોય છે.

હેપ્પી બર્થ ડે શરદ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button