Happy Birthday: Anupam Kherની એક્ટિંગ ન હતી ગમી આ અભિનેતાને
મિ. પરફેક્શનિસ્ટના નામે જાણીતા આમિર ખાનનો આજે 59મો જન્મદિવસ છે. ફિલ્મ કયામત સે ક્યામત તકમાં રાજનો રોલ નિભાવી આમિરે કારકિર્દીની શરૂઆત કરી હતી. ચોકલેટી બૉય તરીકેની ઈમેજ સાથે તેણે ઘણી ફિલ્મો કરી અને હીટ પણ ગઈ, પરંતુ અભિનેતાએ ધીમે ધીમે પોતાની ઈમેજ બદલી. લગાન ફિલ્મ કર્યા બાદ તેણે કોઈને કોઈ મુદ્દો ઉઠાવી ફિલ્મો કરી છે અને પોતાની ઓળખ બદલી નાખી છે.
ફિલ્મો ઉપરાંત સત્યમેવ જયતે નામના ટૉક શૉની બે સિઝન પણ આમિરે કરી હતી. જોકે આમિર ઘણી વાતે વિવાદોમાં પણ ફસાયો. તેની છેલ્લી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા પીટાઈ ગઈ. પણ સારા અભિનેતા તરીકે તેની ઈમેજ હજુ પણ અકબંધ છે. આમિર વિશે નિર્માતા મહેશ ભટ્ટે તાજેતરમાં એક વાત કહી હતી. ફિલ્મ દિલ હૈ કી માનતા નહીં માં આમિર સાથે પૂજા ભટ્ટ હતી અને પૂજા ભટ્ટના પિતા તરીકે અમુપમ ખેર હતા. આમિરને અનુપમની એક્ટિંગ લાઉડ લાગી અને મજા નથી આપતી તેમ કહ્યું હતું. અમુપમ ખેરને જ્યારે મહેશ ભટ્ટે આ વાત કહી ત્યારે ખેરે તેમને કહ્યું કે તેઓ સંભાળી લેશે.
આમિર વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં રહે છે. સ્કૂલ-કૉલેજની મિત્ર રીના દત્તા સાથે લગ્ન કર્યાના 16 વર્ષ બાદ હેપી લાગતું કપલ જ્યારે છૂટુ પડ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. આનું કારણ આમિરના લગાન ફિલ્મની કૉ-ડિરેક્ટર કિરણ રાવ અને આમિરના સંબંધો હતાં.
રીના સાથે છૂટ્ટાછેડા લીધા બાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને બે વર્ષ પહેલા તેઓ પણ છૂટા પડ્યા. આનું કારણ આમિરના દંગલ ફેમ Sana Sheikh સાથેના સંબંધો માનવામાં આવતા હતા. જોકે તાજેતરમાં આમિર અને રીનાની દીકરી આયરાના લગ્ન સમયે બન્ને પત્ની સાથેના આમિરના મૈત્રીપૂર્ણ સંબંધો બધાની નજરે ચડ્યા હતા. દીકરીના લગ્ન વખતે આસું લૂછતો બાપનો ચહેરો પણ લોકોએ જોયો.
આમિરે માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તે વાંચનો જબરો શોખિન છે. પિતા પણ આ લાઈનમાં હતા અને તેથી આ સપનાની દુનિયાના ઉતારચઢાવ તેણે જોયા હતા. પરિવાર કર્જમાં ડૂબેલો હતો, પણ આમિરને આ દુનિયા ખેંચતી હતી અને આજે તેણે પોતાના જોરે 1800 કરોડ કરતા પણ વધારે સંપત્તિ બનાવી છે. આ સાથે તેની પાસે 60 કરોડનો બંગલો અને ઘણી લક્ઝરી કાર છે. આમિરને તેના જન્મદિવસે શુભકામનાઓ…