Happy Birthday: પહેલી ફિલ્મ સાત વાર રિજેક્ટ થઈ, પણ પછી શૉ મેન કહેવાયા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘઁણા કલાકાર કે પડદા પાછળના કસબીઓ છે જેમણે જે સપનું જોયું તે તો પૂરું ન થયું, પણ હકીકતમાં તેમણે જે મેળવ્યું તે પણ તેમને સપના જેવું લાગે છે. નાગપુરથી એક્ટિંગ માટે મુંબઈ આવેલો એક છોકરો એક્ટિંગમાં તો ન ચાલ્યો પણ ડિરેક્ટર તરીકે સુપરહીટ સાબિત થયો અને રાજ કપૂર બાદ શૉ મેનનું બિરુદ તેને મળ્યો. વાત છે સુભાષ ઘઈની. આજે તેમનો 79મો જન્મદિવસ છે.
સુભાષ ઘાઈએ દિગ્દર્શક બનતા પહેલા અભિનયમાં હાથ અજમાવ્યો હતો. તેમની પહેલી ફિલ્મ આરાધના હતી. જોકે, સુભાષે આ ફિલ્મ મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તેને સ્ટુડિયોમાં પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, કારણ કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી અને લોકો તેને ઓળખતા પણ નથી.
સુભાષે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ તેમણે હાર ન માની. એક દિવસ તેને યુનાઈટેડ પ્રોડ્યુસર્સ ફિલ્મફેર ટેલેન્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને 5000 સ્પર્ધકોમાંથી તે ત્રણ લોકોમાં સામેલ હતા જેમની પસંદગી કરવામાં આવી હતી. તે ત્રણ લોકો હતા સુભાષ, રાજેશ ખન્ના અને ધીરજ કુમાર.
હરીફાઈ જીતવા છતાં સુભાષ ઘાઈને ફિલ્મ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. એક તરફ રાજેશ ખન્નાને તરત જ ફિલ્મોમાં કામ મળી ગયું, જ્યારે સુભાષને એક વર્ષ પછી ફિલ્મ આરાધનાથી ડેબ્યૂ કરવાની તક મળી. આ પછી તે ઉમંગ અને નાટક જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. સુભાષ ઘાઈ એક્ટર તરીકે ચમક્યા નહોતા. તેણે વાર્તાઓ લખવાનું અને તેનું વિતરણ કરવાનું શરૂ કર્યું.
સુભાષ ઘાઈની અભિનય કારકિર્દી ભલે સારી ન રહી હોય, પરંતુ તેઓ દિગ્દર્શક તરીકે ચમક્યા. કોઈપણ અનુભવ વિના સુભાષે વર્ષ 1976માં કાલીચરણથી દિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ એક્શન ડ્રામા શત્રુઘ્ન સિન્હા, રીના રોય અને અજીત ખાન મુખ્ય ભૂમિકામાં હતા. જોકે આ કામ પણ આસાન ન હતું. એવું કહેવાય છે કે એનએન સિપ્પીની મંજૂરી પહેલા આ ફિલ્મ સાત વખત રિજેક્ટ કરી હતી. અંતે સિપ્પીએ સુભાષને તક આપી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી.
સુભાષ ઘાઈએ 2016 સુધી કુલ 16 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી મોટા ભાગની હિટ રહી. તેણે લગભગ 31 ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. નિર્માતા તરીકે તેમની મોટાભાગની ફિલ્મો સરેરાશ રહી છે. સુભાષ ઘાઈએ છેલ્લે ’36 ફાર્મહાઉસ’ (2022)નું નિર્માણ કર્યું હતું અને લખ્યું હતું. હીરો, ખલનાયક, પરદેશ, તાલ જેવી તેમની ફિલ્મોએ સંગીત અને અભિનયજગતને નવા કલાકારો આપ્યા અને આ સાથે અમુક કલાકારોની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો તેમની સાથેની રહી છે.
નિર્દેશક ને જન્મદિવસે શુભકામના.