બર્થ-ડેના દિવસે પંગા ક્વિન કંગના રનૌટ પહોંચી આ પ્રાચીન મંદિરે, શેર કરી તસવીરો
મુંબઈ: બૉલીવૂડની પંગા ક્વિન કંગના રનૌટ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. બૉલીવૂડમાં વિવાદ ઊભા કરવા માટે નિવેદનો આપવા કંગના જાણીતી છે. તાજેતરમાં કંગના રનૌટ જન્મદિવસની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશના બગલામુખી જી અને જ્વાલા જી મંદિરમાં પહોંચીને દર્શન કર્યા હતા. કંગનાએ તેના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લેવાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી પંગા ક્વિન કંગના રનૌટ બગલામુખી જી અને જ્વાલા જી મંદિરમાં જઈને શક્તિના દર્શન કર્યા હતા જેની તસવીરો પણ તેણે ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરો શેર કરી કંગનાએ કેપ્શન આપ્યું હતું કે આ વર્ષે પણ મારા જન્મ દિવસે મેં માં શક્તિના દર્શન કરી દરેક લોકો માટે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના પણ કરી છે, જય માતાજી.
ભારતના આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગીની તબિયત લથડતા તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદગુરુની તબિયત જલદીથી સારી થાય તે માટે પણ કંગનાએ પ્રાર્થના કરી હતી. કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે આ વાત જાણીને હું સુન્ન પડી ગઈ છું. સદગુરુએ આટલી તકલીફમાં રહ્યા છતાં અનેક મોટા ધાર્મિક કાર્યક્રમો કર્યા છે. તેમની તબિયત જલ્દીથી સારી થઈ જાય તે માટે મારી પ્રાર્થના છે, એવું કંગનાએ કહ્યું હતું.
કંગનાની આગામી ફિલ્મોની વાત કરીયે તો તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને જોરદાર વિવાદમાં સપડાઇ છે, કારણકે આ ફિલ્મ ભારતના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલા ઈમરજન્સી’ના સમય પર આધારિત છે, જેથી આ ફિલ્મ 14 જૂને રીલીઝ થવાની છે અને ફિલ્મને રાજકીય વિવાદની પણ પબ્લિસિટી મળી રહી છે.