
અભિનેતા રણવીર સિંહનો આજે 40મો જન્મદિવસ છે. પોતાન જન્મદિવસ પર ફેન્સે શુભેચ્છા આપી છે ત્યારે રણવીરે પણ તેમેન રિટર્ન ગિફ્ટ આપી છે. આજે રણવીરની આવનારી ફિલ્મ ધુરંધરનું ટીઝર આઉટ થયું છે, જેમાં રણવીરનો ધાસું લૂક ફેન્સને જોવા મળ્યો છે. લાંબાવાળ અને રફ એન્ડ ટફ લૂકમાં રણવીરને જોવો ફેન્સને ગમે છે. આ લૂક જોઈ બાજીરાવની યાદ આવી જાય છે. લાંબા વાળ સાથે ભૂરી આંખો અને હાથમાં બંદૂક લઈ રણવીર પોતાની સ્ટાઈલથી સિગારેટ સળગાવે છે.
ફિલ્મનું ટીઝર જબરજસ્ત છે અને ફિલ્મ એક્શનપેક ફિલ્મ હોય તેમ દેખાઈ આવે છે. રણવીર સાથે સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના પણ છે. તે બન્ને પણ ડેશિંગ લાગી રહ્યા છે.
ટીઝરની શરૂઆતમાં જ પંજાબી સૉંગ ટ્રેક સાંભળવા મળે છે અને મારધાડ જોવા મળે છે. લાંબા વાળ, હાથમાં સિગારેટ ફૂંકતો રણવીર સિંહ લીડ રોલમાં છે. ઘાયલ હું ઈસી લિયે ઘાતક હું તેવો ડાયલૉગ તે બોલે છે તેના પરથી લાગી રહ્યું છે કે તે મારધાડ કરતો ગલીનો ગુંડો હોઈ શકે. જોકે ફિલ્મ હજુ વર્ષના અંતમાં 25 ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની છે, આથી વધારે માહિતી તો ફિલ્મની રિલિઝ નજીક આવશે તેમ જ મળતી જશે. પણ આ ટીઝર રણવીરના ફેન્સ માટે ગિફ્ટ જેવું જ છે.
બેન્ડ,બાજા, બારાતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવેલા રણવીરે ઘણી સારી ફિલ્મો આપી છે. યશરાજ ઉપરાંત સંજય લીલા ભણસાલી સાથે પણ તેણે ત્રણ હીટ ફિલ્મો કરી છે. ધુરંધર ફિલ્મ ઉરી ફેમ આદિત્ય ધારની છે. હવે આદિત્ય અને રણવીરની જોડી કેવી કમાલ બતાવે છે તે તો ડિસેમ્બરમાં જ ખબર પડશે.
આ પણ વાંચો…બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?