માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ 'Bipasha Basu' ટ્રોલ કરવામાં આવી રહી છે... | મુંબઈ સમાચાર

માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ ‘Bipasha Basu’ ટ્રોલ કરવામાં આવી રહી છે…

મુંબઈ: બોલિવૂડ બ્લેક બ્યુટી બિપાશા બાસુ આ વર્ષે 7મી જાન્યુઆરીએ 45 વર્ષની થઈ ગઈ છે. તે પોતાના જન્મદિવસના આગલા દિવસે તેના જીવનના બે ખાસ વ્યક્તિઓ તેની દીકરી અને તેના પતિ કરન સિંહ ગ્રોવર સાથે અભિનેત્રી માલદીવ પહોંચી હતી તેમ જ બિપાશાએ તેનો બર્થડે સેલિબ્રેટ કરતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં તે કરન અને દેવી સાથે સમય પસાર કરતી જોવા મળે છે. જો કે હાલમાં ચાલતા માલદીવના વિવાદને કારણે નેટીઝન્સે બિપાશા અને કરણને આડા હાથે લીધા હતા.

હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને તેની તસવીરો પોસ્ટ કરી હતી. જેના કારણે માલદીવના કેટલાક પ્રધાનોને પેટમાં દુખ્યું હતું અને તેના કારણે તેમણે ભારત વિશે ગમે તેવા શબ્દો સોશિયલ મીડિયા પર લખીને ભારતનું અપમાન કર્યું હતું.

માલદીવના એક પ્રધાન અબ્દુલ્લા મહઝૂમ મજીદ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભારત ક્યારેય માલદીવ્સ જેવી સુવિધાઓ આપી નહી શકે તેમ જણાવ્યું હતું. તેમજ માલદીવના પ્રધાન મરિયમ શિઉનાએ તેમની ટ્વીટમાં આપણા વડા પ્રધાન માટે આપત્તિજનક નિવેદનો કર્યા હતા.

આ ઘટના બાદ પીએમના સમર્થનમાં બોલિવૂડના કેટલાય સેલેબ્સ આગળ આવ્યા અને સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. ત્યારે આ હોબાળા વચ્ચે બિપાશા માલદીવની ટ્રીપના કારણે ટ્રોલ થઈ રહી છે.

બિપાશાની પોસ્ટ પર નેટીઝન્સ ઘણી ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે મહેરબાની કરીને માલદીવનો બહિષ્કાર કરો અને એક જવાબદાર નાગરિક બનો અને માહિતી રાખો કે તમારા પોતાના દેશમાં શું ચાલી રહ્યું છે, જ્યારે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે માલદીવ્સ નહીં લક્ષદ્વીપ જાઓ.

Back to top button