બિગ બોસ ફેમ આ એક્ટરના ઘરમાં લાગી ભીષણ આગ, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં…

રિયાલિટી ટીવી શો બિગ બોસ ફેમ મરાઠી એક્ટર એક્ટર શિવ ઠાકરેના ઘરમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. શિવ ઠાકરેના ગોરેગાંવ ખાતે આવેલા ઘરમાં આગ ફાટી નીકળી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી…
બિગ બોસ ફેમ શિવ ઠાકરેના ગોરેગાંવ ખાતે આવેલા ઘરમાં આગ ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ઘરની અંદરના વીડિયો જોતા ખ્યાલ આવે છે કે ઘરમાં લાગેલી આગ ખૂબ જ ભીષણ હતી. જોકે, શિવ ઠાકરે અને એમનો પરિવાર સુરક્ષિત છે અને એમને કોઈ ઈજા નહોતી પહોંચી.
એક્ટરની ટીમે આ બાબતે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોરેગાંવની કોલ્ટે પાટીલ બર્વે બિલ્ડિંગમાં આવેલા શિવ ઠાકરેના ઘરે આગ લાગી ગઈ હતી. જોકે એક્ટરને કોઈ ઈજા નહોતી પહોંચી, પરંતુ ઘરને સારું એવું નુકસાન થયું છે. આ ઘટના સમયે શિવ ઠાકરે મુંબઈમાં નહોતા. ગઈકાલે જ ઈન્સ્ટાગ્રામ પર શિવ ઠાકરેએ સ્ટોરી શેર કરી હતી જેમાં તે મુંબઈ પાછો ફર્યો હોવાની માહિતી આપી હતી.
શિવ ઠાકરેએ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં ભાગ લઈને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. રોડીઝથી લઈને બિગ બોસ મરાઠી અને ત્યાર બાદ બિગ બોસના હિંદી વર્ઝનમાં પોતાની આગવી પ્રતિભાથી દર્શકોને ચોંકાવ્યા હતા. આ સિવાય શિવ ઠાકરેએ ખતરોં કે ખિલાડી અને ઝલક દિખ લા જામાં પણ ભાગ લીધો હતો.
પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને કારણે પણ શિવ ઠાકરે ચર્ચામાં આવતો હોય છે. શિવ ઠાકરેની રિલેશનશિપને લઈને પણ જાત જાતની વાતો સામે આવતી હોય છે. જોકે, હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં શિવ ઠાકરેએ જણાવ્યું હતું કે તે પોતાની પર્સનલ લાઈફને લો-કી રાખવાનું પસંદ કરે છે. કેટલીક વસ્તુઓ મને પ્રાઈવેટ રાખવાનું પસંદ છે અને બાકી તમે નક્કી કરી લો પણ હું ખુશ છું. શિવ ઠાકરે હાલમાં જ રાજ રાજ નાચન નામનું મ્યુઝિક આલ્બમ કર્યું હતું જેમાં તેની સાથે રશ્મિ દેસાઈ પણ જોવા મળી હતી.
આ પણ વાંચો…બિગ બોસ ફેમ ઈશા માલવીયાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ વાઈરલ તસવીરો



