મનોરંજન

Bigg Boss 19: 21 વર્ષની અશનૂર કૌર ડિવોર્સી અભિષેક બજાજના પ્રેમમાં? કહ્યું તારા માટે…

હાલમાં સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ ઘરમાં થઈ રહેલાં વિવાદોને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ શોની રીલ્સ અને ક્લિપ્સ વાઈરલ થતી રહે છે. હવે આ જ શોમાં 21 વર્ષીય એક્ટ્રેસ અશનૂર કૌર પોતાનાથી મોટા અને ડિવોર્સી એક્ટર અભિષેક બજાજના પ્રેમમાં પડી છે એવી ચર્ચા થઈ રહી છે. અશનૂર અને અભિષેકની ફ્રેન્ડશિપ જોઈને ફેન્સ તો ઠીક પણ બિગ બોસના ઘરમાં રહેતાં લોકો પણ ચોંકી ઉઠ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે-

રિયાલિટી ટીવી શો બિગ બોસમાં તાન્યા મિત્તલ બાદ સૌથી વધુ કોઈ ચર્ચામાં રહેતું હોય તો તે છે અભિષેક બજાજ અને અશનૂર કૌર. બંને જણ પોતાની ક્લોઝનેસને કારણે શોની અંદર અને બહાર ટોક ઓફ ધ ટાઉન બની રહ્યા છે. પહેલાં દિવસથી જ બંનેની એક અલગ ફ્રેન્ડશિપ જોવા મળી રહી છે. જેને કારણે લોકો તેમના વિશે વાતો કરી રહ્યા છે.

હાલમાં જ શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં અશનૂર અને અભિષેક ખાસ મોમેન્ટ શેર કરતાં જોવા મળ્યા હતા. અભિષેક આ વીડિયોમાં અશનૂરને કહે છે કે ગૌરવ ખન્નાને લાગે છે કે તું મારું વધારે ધ્યાન રાખે છે. ગૌરવ ખન્ના એવું પણ કહી રહ્યા હતા કે અશનૂર તારી વધારે ચિંતા કરે છે. જેના જવાબમાં અભિષેક ગૌરવને કહે છે કે હા મને ખબર છે આ વાત.

વીડિયોમાં અભિષેકની આ વાત સાંભળીને અશનૂર પૂછે છે કે પણ કેમ? પછી અશનૂર અભિષેકને જણાવે છે કે જીકેભાઈએ એક રોટલી ખાધી હતી અને તેઓ બીજી રોટલી માંગી રહ્યા હતા. પરંતુ મેં તેમને કહ્યું કે આ રોટલી અભિષેક માટે છે.

આ વીડિયો જોતા એવું લાગે છે કે અભિષેકના પ્રેમમાં અશનૂર ખાવા-પીવાનું ભાન પણ ભૂલી ગઈ છે અને તે પોતાનું ખાવાનું પણ અભિષેકને આપી છે. આ પરથી તે પોતાના કરતાં પણ અભિષેકની વધારે ચિંતા કરે છે એવું લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર્શકો જ નહીં પણ બિગ બોસના સ્પર્ધકોને પણ લાગે છે કે અશનૂર અને અભિષેક એકબીજાના પ્રેમમાં છે. પરંતુ જોવાની વાત તો એ છે કે બંનેમાંથી કોઈ પણ આ રિલેશનશિપ પર ખૂલીને બોલતું નથી અને એકબીજાના સારા ફ્રેન્ડ્સ ગણાવે છે. ખુદ શોના હોસ્ટ સલમાન ખાન પણ ઘણી વખત બંનેને આ બાબતે ટોકી ચૂક્યા છે.

આ પણ વાંચો…બિગ બોસ 19 ફેમ તાન્યા મિત્તલ મુશ્કેલીમાં:’કાર્બાઇડ ગન’થી ફાયરિંગનો વીડિયો વાયરલ થતા FIRની ઊઠી માંગ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button