સલમાન ખાનને કોના પર ગુસ્સો આવ્યો, કહ્યું હું હોત તો… વીડિયો થયો વાઈરલ

રિયાલિટી ટીવી શો બિગ બોસ-19ના ફેન્સને આખા અઠવાડિયા બાદ ખૂબ જ આતુરતાપૂર્વક વીક એન્ડ કા વારની રાહ જોતાં હોય છે. આવું થાય પણ કેમ નહીં, વીક એન્ડ કા વાર પર ભાઈજાન એટલે કે સલમાન ખાન આખા અઠવાડિયાનો હિસાબ કરવા આવે છે. આ વખતનો વીક એન્ડ કા વાર ખૂબ જ ધમાકેદાર રહેશે, કારણ કે 15 દિવસ બાદ સલમાન ખાન આજે શો હોસ્ટ કરતો જોવા મળશે. હાલમાં સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાઈજાન અમાલ મલિક અને શહેબાઝની ક્લાસ લેતા જોવા મળી રહ્યા છે. ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાન અમાલને કહે છે કે અમાલ, માલતી ચાહરને લઈને તારું વર્તન ખૂબ જ ડિસરિસ્પેક્ટફૂલ હતું. તું સ્ટ્રોન્ગ લોકોનો સામનો નથી કરી શકતો અને એટલે તું એમની પીઠ પાછળ એમની બુરાઈ કરે છે. ગૌરવ ખન્ના, પ્રણિત મોરે, ફરહાના ભટ્ટ… તેં ક્યારે આ લોકો હેડઓન સામનો કર્યો છે?
આ પણ વાંચો: બિગ બોસ 15’ની આ વિજેતાને મોતના મુખમાં ધકેલી ગયો ‘ખતરોં કે ખિલાડી’નો સ્ટંટ: જાણો સમગ્ર ઘટના…
સલમાનનો આ સવાલ સાંભળીને અમાલ પોતાના બચાવમાં કહે છે કે આવું થઈ જ ના શકે, જે સાંભળીને સલમાને અમાલની બોલતી બંધ કરી નાખી અને કહ્યું કે સાંભળવું હોય તો સાંભળો નહીં તો હું ચૂપ બેસી જાઉં છું. ઘણી વખત તો તારા ઝઘડા તારા ફ્રેન્ડ શહેબાઝને કારણે થાય છે. શહેબાઝ તને એક વાત કહું તો તને ખ્યાલ પણ નથી કે તું અમાલને લઈને એટલો પઝેસિવ છે કે હવે તું અમાલનો ચમચો લાગી રહ્યો છે.
આટલેથી વાત પૂરી નહોતી થઈ. ગયા અઠવાડિયે અમાલ અને શહેબાઝે બિગ બોસને બાયસ્ડ કહીને ખરી ખોટી સંભળાવી હતી એના પર વાત કરતાં સલમાને અમાલને કહ્યું કે તમે બંનેએ લાસ્ટ વીક જે ધમાલ કરી કે બિગ બોસ અનફેયર છે. જો હું હોત તો મેં મુખ્ય દ્વાર ખોલી દીધો હતો અને તમને ઓપ્શન પણ ના આપ્યો હોત.
સલમાન ખાને કુનિકા સદાનંદને પણ આડે હાથ લીધી હતી. કુનિકાએ માલતી ચાહર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના પર ફેમિલી વીકમાં આવેલા માલતીના ભાઈ દીપક ચાહરે પણ વાત કરી હતી. હવે ભાઈજાને પણ આવી ટિપ્પણી કરવા માટે કુનિકાને ઈનસેન્સેટિવ ગણાવીને વીડિયો દેખાડવાની વાત કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જોકે, કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ અઠવાડિયે કુનિકા સદાનંદ આઉટ થઈ જશે, પરંતુ આ બાબતે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન ઉપલબ્ધ થઈ શકી નહોતી.



