મનોરંજન

Bigg Boss-19 ફેમિલી વીકમાં પત્નીને મળતાં ગૌરવ ખન્નાએ કેમેરા સામે કરી એવી હરકત કે… બંધ કરી ઘરવાળાઓએ આંખો

બોલીવૂડના બજરંગી ભાઈજાન સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-19 (Bigg Boss 19)માં ફેમિલી વીક શરૂ થયું છે એટલે એવું કહી શકાય કે આ વીક ઈમોશનલ રહેશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ફેમિલી વીકમાં ટીવી એક્ટર ગૌરવ ખન્નાની વાઈફ આકાંક્ષા ચમોલા ઘરમાં એન્ટ્રી લે છે. ત્રણ મહિના બાદ પત્નીને મળીને ગૌરવની ખુશીનો પાર નથી રહેતો અને કેમેરા સામે જ કપલ રોમેન્ટિક થાય છે જે જોઈને અમાલ મલિક આંખો બંધ કરી દે છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી…

બિગ બોસ-19ના ફેમિલી વીકના અપકમિંગ એપિસોડનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બિગ બોસ જેવું એનાઉન્સ કરે છે કે ઘરમાં આકાંક્ષા આવી રહી છે એ સાંભળીને ગૌરવનો ચહેરો ખિલી ઉઠે છે. જ્યારે આકાંક્ષા ગૌરવને મળે છે તો ગૌરવ ઈમોશનલ થઈ જાય છે અને તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ઉઠે છે. કપલ હર કરે છે અને કેમેરાની સામે જ ગૌરવ તેને કિસ પણ કરે છે.

વીડિયોમાં આગળ જોવા મળે છે કે ગૌરવને પત્ની સાથે રોમેન્સ કરતો જોઈને અમાલ મલિક શરમાઈ જાય છે અને તે કહે છે કે મેં આંખો બંધ કરી લીધી છે. પત્ની સાથેનું ગૌરવનું આ રિયુનિયન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને ફેન્સ બંનેને પરફેક્ટ અને એડોરેબલ કપલ ગણાવી રહ્યા છે.

જોકે, આ જ એપિસોડમાં નવી નવી બહેનપણી બનેલી તાન્યા મિત્તલ અને ફરહાના ભટ્ટ એકબીજા સાથે ઝઘડી પડે છે. ફરહાના ગાર્ડન એરિયામાં થૂંકે છે જે જોઈને તાન્યાએ કહ્યું કે અહીં ના થૂંકીશ. પરંતુ ફરહાના આ બાબતે ગુસ્સે થઈ જાય છે અને બંને ઝઘડી પડે છે. ઝઘડામાં તાન્યા ફરહાનાને કહે છે કે અહીં તારું કોઈ ગુલામ નથી કે ના તો તારાથી કોઈ ડરે છે. આ સાંભળીને ફરહાના કહે છે કે કોઈ તને ગુલામ નથી બનાવી રહ્યું તું ખુદ જ ગુલામ બનવા તત્પર હોય છે.

તાન્યા અને ફરહાનાને ઝઘડતાં જોઈને કુનિકાનો દીકરો અયાન લાલ ચોંકી જાય છે. શોનો આ પ્રોમો જોઈને ફેન્સમાં ઉત્સુક્તા વધી ગઈ છે અને તમે પણ જોવાનું ચૂકતા નહીં.

આ પણ વાંચો…યુટ્યૂબર મૃદુલ તિવારી ‘બિગ બોસ 19’માંથી બહાર! ફેન્સે શો પર લગાવ્યો ‘બાયસ્ડ’ હોવાનો આરોપ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button