બિગ બોસનો માલિક એક શોમાંથી કેટલી કમાણી કરે છે? જાણો કોણ છે આ શોનો અસલી માલિક?

હાલમાં સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને ટીવી પર જ્યાં જુઓ ત્યાં બસ રિયાલિટી ટીવી શો બિગ બોસની ચર્ચા થઈ રહી છે. બિગ બોસ 19ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને આ શોને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે.
ત્રણ મહિના સુધી ચાલનારા આ શોમાં ઝઘડા, ઈમોશનલ, બ્રેકડાઉન અને પ્રેમ બધુ જ જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે આ શોના માધ્યમથી બિગ બોસના માલિક કેટલા રૂપિયા કમાઈ લે છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ-
આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે કે બિગ બોસ સલમાન ખાનનો શો છે, કારણ કે લાંબા સમયથી સલમાન ખાન આ શો સાથે જોડાયેલા છે. પરંતુ હકીકત અલગ છે. સલમાન ખાન માત્ર આ શોનો હોસ્ટ છે.
તમારી જાણ માટે બિગ બોસના માલિક ભારતના છે જ નહીં. આ શોની માલિકી છે નેધરલેન્ડના એક મીડિયા ગ્રુપ એન્ડેમોલ શાઈનનો છે. એન્ડેમોલ શાઈન વિવિધ દેશમાં આ ફોર્મેટ પર શો બનાવી ચૂક્યું છે. એટલું જ નહીં તેમણે વિવિધ ભાષામાં આ શો બનાવવામાં આવ્યો છે.

ભારતમાં આ શોનું હિન્દી વર્ઝન છે બિગ બોસ અને આ શોનો મૂળ આઈડિયા આવ્યો હતો બિગ બ્રધર નામના શો પરથી. 2006થી ભારતમાં બિગ બોસની શરૂઆત કરવામાં આવી હતી અને તેની પહેલી સિઝન અરશદ વારસીએ હોસ્ટ કરી હતી.
જ્યારે આ શોની બીજી અને ત્રીજી સિઝન અનુક્રમ શિલ્પા શેટ્ટી અને અમિતાભ બચ્ચન જેવા સેલિબ્રિટીએ હોસ્ટ કરી હતી. પરંતુ ચોથી સિઝન સલમાન ખાને હોસ્ટ કરી અને બસ ત્યારથી સલમાન ખાન અને બિગ બોસ એકબીજાના પર્યાય બની ગયા છે.
વાત કરીએ શોના માલિક એટલે કે એન્ડેમોલને શોથી થનારી કમાણી વિશે તો દર વર્ષે આ શોના માધ્યમથી શોના માલિકો કરોડો રૂપિયાની કમાણી કરે છે. મોટી સંખ્યામાં લોકો આ શોને જુએ છે અને જેને કારણે જાહેરાત માટે સ્લોટ ખરીદવા માટે મોટી રકમ ખર્ચ કરતાં પણ અચકાતા નથી. આ રકમ જ શોની કમાણીનો એક મોટો હિસ્સો છે.
જાહેરાત સિવાય બિગ બોસના માલિકો શોને ઓનએર કરવાના રાઈટ્સ પણ વિવિધ દેશમાં વેચે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ શોને ઓનએર કરવાના રાઈટ્સ પણ વેચવામાં આવે છે, જેને કારણે શોના માલિકોને કરોડો રૂપિયાની કમાણી કરી લે છે.
આ પણ વાંચો…બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી…