….તો બિગ બી અહીં ઉજવશે બર્થ-ડે, ઐશ્વર્યાને આમંત્રણ મળશે કે નહીં?
સદીના મહાનાયક અને અમિતાભ બચ્ચન પરિવાર ચર્ચામાં છે, જેમાં દીકરો અભિષેક હોય કે અભિષેકની વહૂ ઐશ્વર્યા રાય. પણ અમિતાભ બચ્ચન અત્યારે ફિલ્મને કારણે નહીં, પરંતુ બર્થડેને કારણે ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિના આગામી એપિસોડમાં અભિનેતા અમિતાભ બચ્ચન તેમનો 82મો જન્મદિવસ ઉજવશે. એપિસોડ આશ્ચર્યોથી ભરેલો હશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે આ Birthdayની ઉજવણી કરવા માટે ચાહકો ઉત્સુક છે. કૌન બનેગા કરોડપતિ શોમાં બર્થડે સેલિબ્રેશન સાથે પરિવારના સભ્યોમાં ઐશ્વર્યા, અભિષેક કે અન્ય લોકો હાજર રહે કે નહીં એવી ચર્ચામાં છે.
જોકે, એનાથી વિપરીત શોના એક પ્રોમોમાં તમામ આશ્ચર્યો જોયા બાદ અમિતાભ ભાવુક થઇ ગયા હતા. ક્લિપમાં અમિતાભ હસીને કહે છે, “ઔર કિતના રુલાયેંગે આપ લોગ? (અને કેટલું રડાવશો )” તેઓ એમ પણ કહે છે, “મૈ લોગો કો ટીશ્યુ દેતા હું, આજ મેરી બારી આ ગઈ (સામાન્ય રીતે હું લોકોને ટીશ્યુ ઓફર કરું છું હવે મારો વારો છે). તે પોતાની આંખોમાંથી આંસુ લૂછતા જોવા મળે છે..
તેમણે ઉજવણી માટે દરેકનો અને કેબીસી ટીમનો પણ આભાર માન્યો હતો. અમિતાભે કહ્યું હતું કે “ઈસ મંચ મેં હમારા જો જન્મદિન મનાયા જાતા હૈ વો સબસે ઉત્તમ હૈ (અહીં મારો જન્મદિવસ જે રીતે ઉજવવામાં આવે છે તે શ્રેષ્ઠ છે).” તેને સ્મિત કરતા જોઈને, પ્રેક્ષકોમાં રહેલા લોકોએ તાળીઓ પાડી હતી.
મીડિયાના અહેવાલ મુજબ, પીઢ અભિનેતા માટે સ્પેશ્યલ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લોકપ્રિય સરોદ વાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાનનું પ્રદર્શન સામેલ છે. ચિરંજીવી, અનુપમ ખેર, વિદ્યા બાલન, વિકી કૌશલ, આર માધવન અને બોમન ઈરાની સહિત અન્ય ઘણી હસ્તીઓ અમિતાભ માટે ખાસ વીડિયો મેસેજ દ્વારા તેમની શુભેચ્છાઓ મોકલશે, જે પ્રદર્શિત થવાની છે. આ એપિસોડમાં અગાઉના કેબીસીના વિજેતાઓ સિઝન ૧૧ના બાબીયુ તાવડે અને સિઝન ૧૩ ના હિમાની બુંદેલા પણ હાજરી આપશે.
આ સિઝનના પ્રથમ કરોડપતિ વિજેતા જસકરણ સિંહ પણ ઉજવણીનો એક ભાગ હશે. આ ઉપરાંત, પ્રેક્ષકોમાંના ચાહકો અમિતાભ માટે ફેન આર્ટ, સ્કેચ અને સહિત વિશેષ ભેટો લાવશે. એપિસોડ દરમિયાન ભારતીય સેનાની સામાજિક સેવા ટીમનો એક વિશેષ સંદેશ પણ ચલાવવામાં આવશે જેમાં તેઓ રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન માટે અમિતાભનો આભાર માનશે.