મનોરંજન

Abhishek અને Aishwaryaના ડિવોર્સ વચ્ચે Amitabh Bachchanની પોસ્ટ સંબંધ બને છે અને…

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના સંબંધોમાં આવેલી ખટાશ તો હવે જગજાહેર થઈ ગઈ છે, પણ આ મામલે કપલે તેમ જ બચ્ચન પરિવારે મૌન સેવવાનું જ મુનાસિબ માન્યું છે.

પણ હવે Amitabh Bachchanની એક જૂની વીડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં તેઓ સંબંધો વિશે વાત કરતાં જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું કહ્યું છે તેમણે-
જોકે, ઐશ્વર્યા પહેલાં પણ અભિષેકનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.

અરે કરિશ્મા કપૂર (Karishma Kapoor) સાથે તો અભિષેકની સગાઈ પણ થઈ ગઈ હતી પણ અમુક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યા નહોતો. આ ઘટનાને કારણે આખો બચ્ચન પરિવાર દુઃખી થઈ ગયો હતો અને એ સમયે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ કરણ જોહરના શો પર પોતાનું દુઃખ પ્રગટ કર્યું હતું. એ સમયનો વીડિયો વાઈરલ થઈ રહી છે.

અમિતાભ બચ્ચન એક વખત કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કરિશ્મા કપૂર સાથેના તૂટેલા સંબંધ વિશે રિએક્શન આપ્યું હતું. કરણે બિગ બીને અભિષેક અને કરિશ્માની સગાઈ વિશે સવાલ કર્યો હતો કહ્યું હતું શું આ પરિવાર માટે મુશ્કેલ સમય હતો? આ સવાલના જવાબમાં બિગ બીએ કહ્યું હતું કે આ એક નાજુક ક્ષણ હતી. સંબંધ બને છે, ટૂટે છે. કોઈ પણ વ્યક્તિ માટે આ અઘરું છે. જો પરિસ્થિતિ તમારા માટે ઠીક ના હોય રસ્તા અલગ કરી લેવા જ વધારે યોગ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક અને કરિશ્માની સગાઈ 2002માં થઈ હતી, પણ આ સગાઈ લાંબો સમય સુધી ટકી શકી નહોતી. એવો દાવો કરાઈ રહ્યો છે તે કરિશ્મા સામે એક શરત રાખવામાં આવી હતી જેને કારણે આ સંબંધ તૂટી ગયો હોવાનું કહેવાય છે. બચ્ચન પરિવારે કરિશ્મા સામે શરત મૂકી હતી કે લગ્ન બાદ તે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેશે, પણ એક્ટ્રેસને આ મંજૂર નહોતું એટલે તેણે આ સંબંધનો અંત આણ્યો હતો.

આ સંબંધ તૂટ્યા બાદ કરિશ્માએ સંજય કપૂર સાથે તો અભિષેક બચ્ચને 2007માં ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. સંજય અને કરિશ્માનો ડિવોર્સ થઈ ગયો છે અને ઐશ્વર્યા તેમ જ અભિષેક વચ્ચે પણ પ્રોબ્લેમ્સ ચાલી રહી છે એવી ચર્ચા ચાલી રહી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button