મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

‘એક કલાકાર જે સિનેમા માટે જીવ્યો’ બીગ બીએ રાજ કપૂરને આપી શ્રદ્ધાંજલિ

14 ડિસેમ્બર 2024 એ બોલિવૂડના પીઢ અને મહાન અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. રાજ કપૂરને ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. રાજકપૂર પાસે કોઇ પણ સીધી સાદી વાર્તાને અનોખી રીતે રજૂ કરવાની આવડત હતી. આજે તેમની 100મી જન્મજયંતિ પર અમિતાભ બચ્ચને શુક્રવારે સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરતા તેમના માટે એક ભાવનાત્મક નોંધ લખી હતી. બિગ બીએ તેમના બ્લોગ પર જઈને કપૂરની ‘અતુલ્ય શોમેનશિપ’ વિશે વાત કરી. રાજ કપૂરની ફિલ્મોને શા માટે દર્શકો દ્વારા બહોળા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે તે પણ તેમણે જણાવ્યું છે. રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરતાં, અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું કે, “મને ખૂબ જ આનંદ છે કે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને “રાજ કપૂર 100 – સેલેબ્રેટિંગ ધ સેન્ટેનેરી ઑફ ધ ગ્રેટેસ્ટ શોમેન” માટે આરકે ફિલ્મ્સ સાથે હાથ મિલાવ્યા છે. દેશભરના 40 શહેરો અને 135 થિયેટરોમાં રાજ કપૂરની 10 માઇલસ્ટોન ફિલ્મો દર્શાવવામાં આવશે જે તેમના વારસાને જીવંત રાખશે અને ભારતના પ્રેક્ષકોને આ મહાન કલાકારની ફિલ્મોને ફરીથી જોવાની તક આપશે. રાજ કપૂર એક એવા કલાકાર હતા જે ફિલ્મો માટે જીવ્યા હતા અને જેમની ફિલ્મોએ સામાન્ય માણસને અવાજ આપ્યો હતો, એમ બિગ બીએ લખ્યું હતું.

અમિતાભ બચ્ચને રાજ કપૂરની 1951ની ફિલ્મ આવારા વિશે પણ વાત કરી, જેમાં તેમના રિઅલ લાઇફ પિતા પૃથ્વીરાજ કપૂર, તેમજ નરગીસ, લીલા ચિટનિસ અને કેએન સિંહ પણ હતા. બિગ બીએ જે રીતે રાજે ફિલ્મમાં ડ્રીમ સિક્વન્સની કલ્પના કરી તેની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે, “આજે પણ આવારા એક એવી ફિલ્મ છે જે મારા મગજમાં કોતરાયેલી છે. રાજજીના અદ્ભુત શોમેનશિપ વિશે વાત કરીએ તો, તેણે જે રીતે ફિલ્મમાં ડ્રીમ સિક્વન્સની કલ્પના કરી હતી તે પહેલાં ક્યારેય જોવા મળી ન હતી. ધુમાડાના ઘનઘોર વાદળોમાંથી ઉભરી આવતી અલૌકિક નરગીસજી, રાક્ષસી આકૃતિઓ અને સળગતી અગ્નિથી ઘેરાયેલા રાજજી. આ ડ્રીમ સિક્વન્સ મારી પ્રિય છે. 13-15 ડિસેમ્બરે તમારી નજીકના થિયેટરમાં રાજ કપૂરની આ ક્લાસિક ફિલ્મો જોવાની તક ગુમાવશો નહીં!!”

આ પણ વાંચો…પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત

મુંબઈમાં 13 ડિસેમ્બરથી રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. આ તહેવારમાં રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આમાં, અભિનેતાની 10 સૌથી મોટી ફિલ્મો બતાવવામાં આવશે, જેમાં આગ, બરસાત, આવારા, શ્રી 420, જગતે રહો, જીસ દેશ મેં ગંગા બહતી હૈ, સંગમ, મેરા નામ જોકર, બોબી અને રામ તેરી ગંગા મૈલીનો સમાવેશ થાય છે.

14 ડિસેમ્બર, 2024 એ રાજ કપૂરની શતાબ્દી છે. આ દિવસને મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવવામાં આવશે. આ પ્રસંગ રણધીર કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અન્યો સહિત સમગ્ર કપૂર પરિવાર એક સાથે ભેગા મળીને ઉજવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button