મનોરંજન

Amitabh Bachchanને એવું તે શું સતાવી રહ્યું છે કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે રીલ લાઈફ અને રિયલ લાઈફમાં સુપર એક્ટિવ છે. તેઓ સતત સોશિયલ મીડિયા પર કંઈને કંઈ પોસ્ટ કરીને પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફના અપડેટ્સ આપતા રહે છે. પરંતુ છેલ્લાં નવ દિવસ બિગ બીની હરકતને કારણે ફેન્સ થોડા પરેશાન થઈ ગયા છે અને એ માટે તેમણે ગ્રોકની મદદ માંગી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું છે બિગ બીએ અને ગ્રોકે તેનું શું સમાધાન આપ્યું છે-

22મી એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલા બાદથી જ ફેન્સ બિગ બીના મોઢે કંઈક સાંભળવા માંગે છે, પરંતુ બિગ બી છે કે કંઈ બોલવા તૈયાર નથી. 23મી એપ્રિલથી બિગ બી દરરોજ એક્સ પર પોસ્ટ કરી રહ્યા છે પણ ખાલી પોસ્ટમાં ખાલી નંબર જ હોય છે. ફેન્સ બિગ બીની આ હરકતથી મૂંઝાઈ ગયા છે અને તેઓ બિગ બી કેમ આવું કરી રહ્યા છે એ જાણવા માટે ગ્રોકની મદદ લઈ રહ્યા છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન KBC છોડી શકે છે! આ ફિલ્મસ્ટાર બની શકે છે શોનો નવો હોસ્ટ…

બિગ બીનું આ મૌન ફેન્સને ખાસ કંઈ રાસ નથી આવી રહ્યું અને એ જ કારણે તેઓ ગ્રોકને પૂછી રહ્યા છે કે આખરે બિગ બી કેમ આવું કરી રહ્યા છે, બિગ બીના મૌનનું કારણ શું છે? તો વળી કેટલાક લોકો એવા પણ છે કે જેઓ એવું કહી રહ્યા છે કે હવે બિગ બી પાકિસ્તાન પર હુમલો થશે પછી જ કંઈ પણ બોલશે. જોકે, બિગ બીએ આ બાબતે ખાસ કંઈ કહ્યું નથી.

બિગ બીની ખાલી નંબરવાળી પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરીને ચિંતા અને કાળજી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે હેલો, ગ્રોક પ્લીઝ મને જણાવશો કે બિગ બી કેમ આવું કહી રહ્યા છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે સર કોઈ શબ્દ નહીં, પણ ઘણી બધી ભાવનાઓ છે આમાં… હું સમજી શકું છું… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે એવું લાગે છે કે તેઓ પહલગામ હુમલાને લઈને ખૂબ જ વ્યથિત છે અને ત્યાં સુધી કોઈ પોસ્ટ નહીં કરે જ્યાં સુધી પાકિસ્તાન સામે બદલો નહીં લેવામાં આવે. ત્યાં સુધી તેઓ આ રીતે પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કરશે.

આ પણ વાંચો: Viral Video: રેખા અને શાહરુખ ખાનને સાથે ડાન્સ કરતાં જોઈને અમિતાભ બચ્ચને આપ્યું આવું રિએક્શન…

અત્રે ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલની રાતે બિગ બીએ પોસ્ટ કર્યું હતું કે સાઈલેન્ટ એક્સ ક્રોમોસોમ… જે બ્રેનનું વિશ્લેષણ કરે છે, જેના સાબિત થાય છે કે કઈ માનવ પ્રજાતિનું બ્રેન વધારે સારું છે. આ બિગ બીની છેલ્લી પોસ્ટ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી બિગ બીની તમામ પોસ્ટમાં માત્ર નંબર્સ જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button