મનોરંજન

બીગ બીના સ્પેશિયલ કેમિયોવાળી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર લૉંચ થયું

અમદાવાદઃ અમિતાભ બચ્ચની વિશેષ હાજરીવાળી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે અગાઉ રિલિઝ થઈ હતી. આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યા બાદ નિર્માતાઓએ ફક્ત પુરુષો માટે ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ટ્રેલર અમદાવાદ ખાતે લૉંચ કરવામાં આવ્યું હતું.

એ મહિલાને ખરેખર શું જોઈએ તે થીમ પર અગાઉની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે…બની હતી ત્યારે ફિલ્મ પુરુષોના મનની વાત કહેશે તેમ ટ્રેલર પરથી લાગી રહ્યું છે.

યશ સોની, ઈશા કંસારા, મિત્ર ગઢવી અને દર્શન જરીવાલા, આરતી પટેલને ચમકાવતી આ ફિલ્મમાં બીગ બી નાનકડો કેમિયો કરશે. જોકે ટ્રેલરમાં ક્યાંય બિગ બી દેખાયા નથી.

આ પણ વાંચો : ધૂમ ફિલ્મની અભિનેત્રી રિમી સેન પ્લાસ્ટિક સર્જરી કરાવી શેફાલી ઝરીવાલા બની ગઈ

જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ છે. ફિલ્મ પારિવારિક મુદ્દાઓ પર છે અને સમગ્ર પરિવાર સાથે જોઈ મજા માણી શકશે તેવો દાવો ટીમએ કર્યો છે ત્યારે હવે જોવાનું કે ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે કે કેમ.

છેલ્લા ઘણા સમયથી એક પછી એક ગુજરાતી ફિલ્મો રિલિઝ થઈ રહી છે, પરંતુ નામ અને દામ મેળવતી ફિલ્મની ગુજરાતી ફિલ્મજગત રાહ જોઈ રહ્યું છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button