મનોરંજન

ઐશ્વર્યા સાથેના અણબનાવ પર બિગ બીએ તોડ્યું મૌન, કહી દીધી આવી વાત…

બોલીવૂડના પાવરફૂલ ફેમિલી તરીકે ઓળખાતા બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી બધું સમુસૂતરું નથી ચાલી રહ્યું અને પરિવારની લડાઈ હવે સોશિયલ મીડિયા પર જાહેરમાં ચર્ચાના ચકડોળે ચડી ગઈ છે. હવે બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના વિવાદ પર મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આવો જોઈએ બિગ બીએ એવું તે શું કહ્યું એમની સોશિયલ મીડિયા પોસ્ટમાં…

આ બધા વચ્ચે થોડાક સમય પહેલાં એવી વાત પણ સામે આવી હતી કે બિગ બીએ ઐશ્વર્યા રાય-બચ્ચનને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનફોલો કરી દીધી હતી. જોકે, બાદમાં કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બંને જણ ક્યારેય એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરતા જ નહોતા તો અનફોલો કરવાની વાત અફવા માત્ર જ છે.

હવે આ બધી ગરમાગરમી વચ્ચે બિગ બીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક ટ્વીટ શેર કરી છે અને આ ટ્વીટ બાદ ફરી એક વખત નેટિઝન્સને ચર્ચા અને વિચારવાનું એક કારણ મળી ગયું છે. વાત જાણે એમ છે કે સિનીયર બચ્ચને શનિવારે એક્સ (પહેલાંનું ટ્વીટર) પર એક કેપ્શનની સાથે કોન બનેગા કરોડપતિના સેટનો પણ એક ફોટો શેર કર્યો છે અને ફોટો સાથેની કેપ્શન જ બિટવિન ધ લાઈન્સ ઘણું બધું કહેતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

કેબીસીના સેટ પરથી શેર કરવામાં આવેલા આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં બિગ બી વિચારોથી ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. તેમણે ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે ” ઘણું બધું કહ્યું, ઘણું બધુ કર્યું… એટલે બસ કર્યા કરો…” જોકે, તેમ છતાં પણ અમિતાભ બચ્ચને હજુ સુધી ઐશ્વર્યાને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું કારણ નથી સ્પષ્ટ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઈન્સ્ટાગ્રામ પર માત્ર 74 લોકોને જ ફોલો કરે છે જેમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, શ્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદાનો સમાવેશ થાય છે. જ્યારે એશની વાત કરીએ તો તે ઈન્સ્ટાગ્રામ પર બચ્ચન પરિવારમાંથી માત્ર પતિ અભિષેક બચ્નનને જ ફોલો કરે છે. જોકે અનેક લોકો દ્વારા એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે પહેલાંથી જ બિગ બી અને એશ એકબીજાને ફોલો કરતાં નહોતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button