‘૧૨મી ફેલ’ના અભિનેતા માટે આજે આ દિવસ જોવાની આવી નોબત, જાણો શું કરે છે?

ઘણા યુવાનો બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. તેમાંના કેટલાક સફળ થાય છે, કેટલાક સંઘર્ષ ચાલુ રાખે છે, જયારે કેટલાક હતાશામાં પાછા જાય છે અને કોઈ અલગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવે છે. પરંતુ કેટલાક કલાકારો એવા છે જેઓ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરવા છતાં સફળતા નથી મેળવી શકતા. એક એવો અભિનેતા છે જેણે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે મોટા કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ આજે તેને રસ્તા પર મોમોઝ વેચવાનો સમય આવી ગયો છે. જાણો છો આ અભિનેતા કોણ છે? આ અભિનેતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. નેટિઝન્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને અભિનેતાના વખાણ કર્યા છે.
Also read : 12th failના રિયલ હીરો મનોજ શર્મા બન્યા મહારાષ્ટ્રના IG

આ અભિનેતા વિધુ વિનોદ ચોપરાની ૨૦૨૩ના અંતમાં રિલીઝ થયેલી ‘૧૨મી ફેલ’માં જોવા મળ્યો હતો. વિક્રાંત મેસ્સી સાથેના એક સીનમાં તેનો નાનો રોલ હતો. લાઈબ્રેરીની અંદર શૂટ કરાયેલા આ સીનમાં તેણે લાઈબ્રેરી મેઈન્ટેનરની ભૂમિકા ભજવી હતી. આ અભિનેતાનું નામ છે ભૂપેન્દ્ર તનેજા અને તેણે નાના રોલમાં પણ પોતાની છાપ છોડી હતી. ભૂપેન્દ્ર તનેજા ઘણા વર્ષોથી અભિનય જગતમાં સક્રિય છે. તેણે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ કામ કર્યું હતું.
આ સિવાય તે વિવેક રંજન અગ્નિહોત્રીની સુપરહિટ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં પણ જોવા મળ્યો હતો. તેણે શાહિદ કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં પણ કામ કર્યું છે. તે વેબ સિરીઝ ‘ગન્સ એન્ડ રોઝેઝ’માં પણ જોવા મળ્યો હતો. ૨૦૧૨માં તેણે ‘રંગરૂટ’માં પણ જોરદાર કામ કર્યું હતું .તેણે કરેલી ફિલ્મોમાં તેની ભૂમિકા નાની હોવા છતાં તેણે તેને યાદગાર બનાવી દીધી હતી.
Also read : 12th Failના એક્ટરને મળ્યા Good News, પોસ્ટ કરીને ફેન્સને આપી માહિતી….
આટલું કામ કર્યું હોવા છતાં ભૂપેન્દ્ર તનેજાને મોમો વેચવાનો સમય આવ્યો છે. તેઓએ તેમના મોમોઝ સ્ટોલનું નામ પણ ‘૧૨મી ફેલ’ રાખ્યું છે. તેઓ જાતે જ ફૂડ તૈયાર કરે છે અને ગ્રાહકોને સર્વ કરે છે. તેની પત્ની તેને આમાં મદદ કરે છે. તેણે પોતાની આજીવિકા માટે આ ધંધો શરૂ કર્યો છે. કામકાજના અભાવે અને સાઈડ એક્ટર્સને મળતા ઓછા મહેનતાણાને કારણે તેને આ કામ કરવું પડે છે. તેઓ આ કામ પણ એ જ જુસ્સાથી કરે છે. વળી, આ કામ કરતી વખતે તેમને કોઈ સંકોચ થતો નથી. તે પોતાનો અભિનય પણ ચાલુ રાખશે.