‘ભૂલ ચૂક માફ’ પર વીકિન્ડ પર રૂપિયાનો વરસાદ, 9 દિવસમાં કરી અધધ કમાણી

મુંબઈઃ બોલિવુડ ફિલ્મો અત્યારે કમાણી કરવામાં અનેક રેકોર્ડ્સ તોડી રહી છે. 2025માં આવેલી બોલિવુડ ફિલ્મોએ સારી એવી કામાણી કરી બતાવી છે. અભિનેતા રાજકુમાર રાવ (Rajkumar Rao)ની કોમેડી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ (Bhool Chuk Maaf)ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રાજકુમારની સાથે અભિનેત્રી વામિકા ગબ્બી (Wamiqa Gabbi) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. ‘ભૂલ ચૂક માફ’ 23 મે, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. ફિલ્મના સોશિયલ મીડિયામાં ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. ફરી એકવાર રાજકુમારે પોતાના જોરદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મને રિલિઝ થયાને 9 દિવસ થઈ ગયા છે. માત્ર વખાણ જ નહીં પરંતુ આ ફિલ્મે સારી એવી કમાણી પણ કરી લીધી છે.
રેડ 2 અને કેસરી વીરને ટક્કર આપી રહી છે રાજકુમારની આ ફિલ્મ
‘ભૂલ ચૂક માફ’ ફિલ્મની બોક્સ ઓફિસ કલેક્શન (Bhool Chuk Maaf box office collection)ની વાત કરવામાં આવે તો કુલ 52.50 રકોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ ની સાથે, પીઢ અભિનેતા સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘કેસરી વીર’ પણ સિનેમાઘરોમાં આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ આ બન્ને ફિલ્મોને અજય દેવગણની ‘રેડ 2’ પણ ટક્કર આપી રહી છે. આ બંને ફિલ્મો છતાં, ‘ભૂલ ચૂક માફ’ કમાણીના સંદર્ભમાં નિર્માતાઓને નિરાશ નથી કર્યાં, કારણ કે કલેક્શન સતત વધારો થઈ રહ્યો છે.
‘ભૂલ ચૂક માફ’ એ પહેલા દિવસે 7 કરોડની કમાણી કરી
આંકડાની વાત કરવામાં આવે તો, ‘ભૂલ ચૂક માફ’ એ શરૂઆતના દિવસે 7 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે તેણે વેગ પકડ્યો અને શનિવારે 9.5 કરોડ કલેક્શન કર્યા. તો હવે તેણે સપ્તાહના અંતે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, ‘ભૂલ ચૂક માફ’ એ 9મી તારીખે સ્થાનિક બોક્સ ઓફિસ પર 5.15 કરોડ કલેક્શન કર્યા હતા. તેથી હવે તેનું કુલ કલેક્શન 52.50 કરોડ થઈ ગયું છે. આગામી દિવસોમાં કમાણીના આંકડા હજી પણ વધી શકે છે.
‘ભૂલ ચૂક માફ’ ફિલ્મના પ્રતિ દિવસ કમાણીના આંકડા
દિવસ કમાણી
પહેલો દિવસ 7 કરોડ
બીજો દિવસ 9.5 કરોડ
ત્રીજો દિવસ 11.5 કરોડ
ચોથો દિવસ 4.5 કરોડ
પાંચમો દિવસ 4.75 કરોડ
છઠ્ઠો દિવસ 3.5 કરોડ
સાતમો દિવસ 3.35 કરોડ
આઠમો દિવસ 3.25 કરોડ
નવમો દિવસ 5.15 કરોડ
કુલ કમાણી 52.50 કરોડ
આપણ વાંચો: શું આ ફિલ્મ આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે? એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો મોટો સંકેત
અભિનેતા રાજકુમાર રાવે આ ફિલ્મમાં દમદાર અભિનય કર્યો છે. જેના કારણે આ ફિલ્મને ચાહકોએ પસંદ કરી છે. મહત્વની વાત એ પણ છે કે, રાજકુમાર રાવની કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરતી હોય છે. આ પહેલા આવેલી હોરર કોમેડી સ્ત્રી 2એ પણ બોક્સ ઓફિસમાં ખૂબ કમાણી કરી હતી. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મે પણ 9 દિવસમાં બોક્સ ઓફિસમાં કુલ 52.50 રકોડ રૂપિયા છાપી દીધા છે.