ભોજપુરી અભિનેત્રીના જોઈ લો ઠુમકા, બોલ્ડ વીડિયો વાઈરલ

લોકપ્રિય અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે, જ્યારે તેના વીડિયો અને તસવીરો પણ ધમાલ મચાવી રહી છે. નમ્રતા મલ્લાના ચાહકો પણ તેની એક્ટિંગ, સ્ટાઈલને જોવા માટે તલપાપડ રહે છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તમને નમ્રતા મલ્લાના બોલ્ડ સ્ટેપ્સ જોવા મળશે, જ્યારે તેના ગ્લેમર અંદાજ પણ.

નમ્રતા મલ્લા ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને રાજ નંદની સિંહના ગીત હથિયાર પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં નમ્રતા મલ્લાએ બ્લુ ટ્રાઉઝર અને બ્રાઉન રંગની બ્રાલેટમાં જોવા મળે છે.
વીડિયોને જોઈને ચાહકો રીતસર દંગ થઈ ગયા હતા. તેના વીડિયોની પ્રશંસા કરીને લોકો થાકતા પણ નથી.

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર મોડલ છે, જ્યારે તેના 2.6 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે. બે હજારથી વધુ પોસ્ટ કરવા છતાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સક્રિય રહે છે, જેમાં તસવીરો, વીડિયો પોસ્ટ કરવાની સાથે પણ સ્ટોરી મૂકવાનું પણ ચૂકતી નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નમ્રતા મલ્લા અનેક ભોજપુરી અભિનેતા સાથે કામ કરી ચૂકી છે, જેમાં તેનું લાલ ઘાઘરા ગીત યુટયુબ જોરદાર લોકપ્રિય બન્યું હતું.

આ ગીતને એક વાર જોનાર ચાહકો વારંવાર જોતા રહે છે. જોકે, તેને અમુક યૂઝર જોરદાર ટ્રોલ કરતા રહે છે, તેની આકરી ટીકા કરીને પૂછે છે કે આટલા કપડા પણ શા માટે પહેરે છે. તમને એ વાત જણાવી દઈએ કે નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી હોવા સાથે એક સારી ડાન્સર પણ છે.