મનોરંજન

જોડિયા બાળકોને જન્મ આપશે કોમેડિયન ભારતી સિંહ? પતિ હર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો…

કોમેડિયન ભારતી સિંહ બીજી વખત માતા બનવા જઈ રહી છે અને હાલમાં જ સોશિયલ મીડિયા પર ભારતી સિંહના બેબી શાવરના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે ભારતી ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. જોકે, હવે ભારતી જોડિયા બાળકોને જન્મ આપવા જઈ રહી છે એવી વાતો સામે આવી રહી છે. આ બાબતે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે હર્ષે…

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ જ્યારથી ગુડ ન્યુઝ શેર કર્યા છે ત્યારથી ફ્રેન્ડ્સ અને ફેમિલી આતુરતાપૂર્વક આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે ભારતી સિંહ યુટ્યૂબ પર શેર કરેલાં નવા બ્લોગમાં ભારતી પોતાના દીકરા ગોલાને પૂછે છે કે તને ભાઈ જોઈએ છે કે બહેન? જેના જવાબમાં ગોલા કહે છે કે ભાઈ અને બહેન બંને જોઈએ છે. આ સાંભળીને કહ્યું કે ભારતી આ ગોલા બધાને ગોથે ચડાવી રહ્યો છે. મીડિયામાં પણ એવું જ રહે છે અને એટલે એમને એવું લાગે છે કે અમને ટ્વીન્સ બેબી આવવાના છે.

ભારતીની આ વાત સાંભળીને હર્ષ કહે છે કે હા, એવું બની પણ શકે છે કે થઈ જાય. જેના જવાબમાં ભારતી કહે છે કે આટલી વખત સોનોગ્રાફી કરાવે છે એમાં તો એક જ દેખાય છે. એવું ના હોય કે બીજો બાળક સાઈડમાં ચોંટીને બેઠું હોય. ભારતી પોતાની હાઉસહેલ્પ રૂપાને કહે છે કે દીદી જો અમે તમારાથી છુપાવ્યું કે અમને એક નહીં જોડિયા બાળકો આવવાના છે તો તમારું શું રિએક્શન હશે?

ભારતી સિંહનો આ સવાલ સાંભળીને રૂપા સિંહે જણાવ્યું હતું કે શોકિંગ. ભારતી હર્ષને પૂછે છે કે તને બે બાળકો થશે તો કેવું લાગશે? હર્ષ કહે છે અરે મજા જ આવી જશે. ભારતી હર્ષને કહે છે કે હા, કારણ કે તારે એની સાથે ગંદગી ફેલાવવાની છે, સરખું અમારું કરવાનું છે. હર્ષ કહે છે કે હા, અમને ઘરમાં બાળકો જ બાળકો દેખાશે પછી તો…

આ પણ વાંચો…યુ ટ્યૂબની પોતાની કમાણીથી છક્ક થઈ ગઈ કોમેડિયન ભારતી સિંહ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button