સલમાન ખાનની એક્ટ્રેસે ટ્રેન્ડિંગ સોંગ ‘બિજુરિયા’ પર ઝૂમીને ફેન્સને કર્યા ઘાયલ… વીડિયો થયો વાઈરલ

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર કિયાની સુમન એટલે કે ભાગ્યશ્રી હાલમાં પોતાના એક ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે કનેક્ટેડ રહેતી હોય છે અને પોતાના ડેટુ ડે લાઈફના અપડેટ આપતી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ભાગ્યશ્રી અને તેની ફીમેલ ગેન્ગ ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીના ગીત બિજુરિયા પર ડાન્સ કરી રહી છે. ચાલો તમને જણાવીએ આ પાછળની આખી ઈનસાઈડ સ્ટોરી-
કરવા ચોથના એક દિવસ પહેલાં જ એક્ટ્રેસ ભાગ્યશ્રી, શીબા અને તેની બહેનપણીએ ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને ટ્રેન્ડિંગ સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળી હતી. પીળી અને કેસરી સાડીમાં ભાગ્યશ્રી હર હંમેશની જેમ સુંદર લાગી રહી હતી, જ્યારે શીબાએ મસ્ટર્ડ કલરનો સૂટ પહેર્યો હતો. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : 82 વર્ષે 16 કલાક કામ, સેટ પર અચૂક કરે છે આ કામ, જાણો કોણે બિગ બીને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો…
વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ કમેન્ટ અને લાઈક કરીને રિએક્શન આપી રહ્યા છે. યુઝર્સે તો ભાગ્યશ્રીને ડાન્સિંગ ક્વીનનો ટેગ આપ્યો હતો. આ વીડિયોમાં ભાગ્યશ્રીનો પેટ ડોગ પણ જોવા મળી રહ્યો છે. ભાગ્યશ્રી પોતાના મહિલા મંડળ સાથે 10 ઓક્ટોબરના કરવા ચોથ સેલિબ્રેટ કરવા માટે તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાગ્યશ્રીને સલમાન ખાન સાથે 1989માં ફિલ્મ મૈંને પ્યાર કિયાથી સક્સેસ મળી હતી, અને આ ફિલ્મમાં તેણે નિભાવેલું સુમનનું કેરેક્ટર ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ગયું હતું. ભાગ્યશ્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મ થલાઈવી અને રાધે શ્યામથી કમબેક કર્યું છે.
આ પણ વાંચો : આન પાન પીપળ પાન…: અરબાઝ અને શૂરા ખાને દીકરીનું નામ રાખ્યું ‘સિપારા ખાન’, જાણો શું થાય છે અર્થ?
1990માં હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા અને કપલને બે સંતાન છે અભિમન્યુ દાસાની અને અવંતિકા દાસાની. અભિમન્યુ અને અવંતિકા દાસાની માતાના નક્શે કદમ ચાલીને ફિલ્મી દુનિયામાં આગળ વધી રહ્યા છે. અભિમન્યુએ 2019માં ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતાથી એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી ત્યાર બાદ તે નિકમ્મા અને મિનાક્ષી સુંદરેશ્વર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. જ્યારે અવંતિકાએ વેબ સિરીઝ મિથ્યાથી ડેબ્યુ કર્યું હતું અને જેમાં તેની સાથે હુમા કુરેશી પણ હતા.