મનોરંજન

જ્યારે ગુલશન ગ્રોવરનું ગળુ કાપી નાખવાની ઈચ્છા થઈ હતી આ અભિનેતાને, શેર કર્યો કિસ્સો…

ભાભીજી ઘર પર હૈ ફેમ સક્સેનાજી એટલે કે એક્ટર સાનંદ વર્મા એક્ટિંગની દુનિયાના બાદશાહ છે અને તેઓ પોતાના અજીબોગરીબ કેરેક્ટર અને પડતાં લાફાઓને કારણે ખૂબ જ જાણીતા છે. હાલમાં જ સાનંદ વર્માએ એક શૂટિંગ સમયના કિસ્સા વિશે ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે એ સમયે તો મને મારા કો-એક્ટર ગુલશન ગ્રોવરનું ગળુ કાપીને મારી નાખવાનું મન થયું હતું, પણ તેણે આવું કર્યું નહીં. ચાલો તમને જણાવીએ શું છે આખી સ્ટોરી…

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં એક્ટર સાનંદ વર્માએ જણાવ્યું હતું કે મારી વેબ સિરીઝ ફર્સ્ટ કોપીના શૂટિંગ સમયે દિગ્ગજ અભિનેતા ગુલશન ગ્રોવરે સાચે, કીધા-પૂછ્યા વિના અને જોરથી લાફો મારી દીધો હતો. એ સમયે તેમને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પરંતુ કંઈ પણ કહ્યા વિના તેમણે સીન પૂરો કર્યો. ગુલશન ગ્રોવર સાથે કામ કરીને સાનંદને બિલકુલ સારું લાગ્યું નહીં અને તેમનો અનુભવ ખરાબ રહ્યો હતો. એટલું જ સાનંદે તો ત્યાં સુધી કહ્યું કે ગુલશન ગ્રોવર કેટલા સેલ્ફ ઓબ્સેસ્ડ છે અને લાફો માર્યા બાદ તેમણે સોરી પણ નહોતું કહ્યું.

gulshan grover sanand varma

સાનંદે આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગુલશન ગ્રોવરે ફર્સ્ટ કોપી વેબ સિરીઝના શૂટ સમયે મને સાચે જ જોરદાર લાફો મારી દીધો હતો. અંદરને અંદર તો મને થયું કે તેમનું ગળું કાપી નાખું, પરંતુ મેં કંઈ કહ્યું નહીં અને આજ સુધી ના કહ્યું. એ જાણી જોઈને કર્યું હતું અને કોઈ એક્ટિંગ નહોતી. તેમણે મને જણાવ્યું પણ નહીં કે તેઓ મને સાચે લાફો મારશે. જો પહેલાં કહ્યું હોત તો હું તૈયાર રહ્યો હોત.

આગળ તેણે જણાવ્યું હતું કે એ સમયે તો મેં કંઈ કહ્યું નહીં, કારણ કે સીનમાં એવું હતું. કેરેક્ટરમાં હતો. સીન તો પૂરો કર્યો પણ ત્યાંથી કંઈ પણ કહ્યા વિના નીકળી ગયો. જ્યારે સાનંદને પૂછવામાં આવ્યું કે શું સાચે લાફો મારતા પહેલાં જણાવવું જરૂરી હોય છે તો તેણે જણાવ્યું કે હા, જણાવવું જોઈએ. તેમણે જણાવ્યું નહીં અને જોરથી મારી દીધું. આ ખૂબ જ થોટું છે. મને ગુસ્સો તો એટલો આવ્યો કે ખુરશી ઉઠાવીને મારી દઉં, પરંતુ હું હસતો રહ્યો, જેથી નેગેટિવિટી દૂર રહે.

સાનંદે વધુમાં એવું પણ જણાવ્યું કે મને કરિયરમાં હજારો લાફા પડ્યા છે અને કદાચ જ કોઈ એક્ટરે આટલા લાફા ખાધા હશે. હું તો લાફા ખાવા માટે જ પ્રખ્યાત છું. ભાભીજી ઘર પર હૈમાં પણ મને ઘણા લાફા પડ્યા છે, પરંતુ એની એક પદ્ધતિ હોય છે, સાચેમાં નથી મારવામાં આવતા. અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સ પણ જો સાચે લાફો મારી દે તો તરત જ માફી માંગી લે છે. પરંતુ ગુલશનજીએ એવું કંઈ જ ના કર્યું. તેઓ પોતાનામાં જ ખોવાયેલા એક સેલ્ફ ઓબ્સેસ્ડ માણસ છે.

આ પણ વાંચો…Bollywood: વોટિંગ બાદ જોવા મળ્યો બેડમેનનો ધાસ્સુ સ્વેગ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button