રાજેશ રોશન પર બંગાળી સિંગરના ગંભીર આક્ષેપોઃ મારી પાસે આવ્યા ને મારા સ્કર્ટમાં…
બલીવૂડમાં કાસ્ટિંગ કાઉચના કે પછી છેડતી કે અપમાનજનક વ્યવહારના કિસ્સાઓ બહાર આવતા રહે છે. ઘણા દિગ્ગજ કલાકારો-ફિલ્મીહસ્તીઓ સામે આવા આક્ષેપો થતા રહે છે, પરંતુ કમનસીબે બંધ દરવાજે ખરેખર શું થયું હતું તે બન્ને પક્ષ માટે સાબિત કરવાનું કઠિન હોય છે આથી આ આરોપો માત્ર આરોપો કે સનસનાટી બનીને રહી જાય છે.
આવો જ એક ગંભીર આરોપ જાણીતા સંગીતકાર રાજેશ રોશન સામે થયો છે. સંગીતકાર રોશનના પુત્ર અને રિતિક રોશનના કાકા રાજેશ રોશન સામે બંગાળી ગાયિકા લગ્નજીતા ચક્રવર્તીએ આરોપ લગાવ્યો છે. લગ્નજીતાએ એક પૉડકાસ્ટ ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ રાજેશ રોશનનું ના લીધું છે.
Also read: Raj Kapoor ને એક મહિના પહેલા જ થયો હતો મૃત્યુનો અહેસાસ, જાણો કરુણ કિસ્સો…
આ કિસ્સા વિશે તેણે જણાવ્યું હતું કે હું જ્યારે મુંબઈ હતી ત્યારે સાંતાક્રુઝ ખાતે રાજેશ રોશનને મળવા ગઈ હતી. તેમની સાથે એડવર્ટાઈઝમેન્ટ માટે જિંગલ ગાવાની વાત થઈ હતી. હું જ્યારે તેમની ઓફસમાં ગઈ ત્યારે મને એક સોફા પર બેસવા કહ્યું અને પછી પોતે પણ તેના પર બેઠા. મને મારું કોઈ કામ બતાવવા કહ્યું એટલે મેં મારા ટેબલેટમાં મારા વીડિયો શોધી તેમને બતાવ્યા. આટલા સમયમાં તેઓ મારી નજીક આવી ગયા અને મારા સ્કર્ટમાં તેમણે હાથ નાખી દીધો.
લગ્નજીતાએ આટલો કિસ્સો જણાવ્યો છે. રાજેશ રોશન ઈન્ડસ્ટ્રીનું ઘણું જાણીતું નામ છે અને ઘણી ફિલ્મોમાં સુપરહીટ મ્યુઝિક આપી ચૂક્યા છે. રાકેશ રોશનના ભાઈ રાજેશ રોશન પર આવો આક્ષેપ થયો છે ત્યારે તેઓ શું સ્પષ્ટતા આપે છે તે જોવાનું રહ્યું.