પરદા પાછળના કસબી ફિલ્મ નિર્માતા સંગીત સિવનનું 61 વર્ષની વયે નિધન

હિન્દી અને મલયાલમ ફિલમાના જાણીતા ફિલ્મમેકર સંગીત સિવનનું નિધન થયું છે.તેઓ 61 વર્ષની વયના હતા. નિર્દેશક સંગીતના નિધન પર એકટર રિતેશ દેશમુખે દુખ વ્યક્ત કર્યું. જો કે તેઓના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બોબી દેઓલથી માંડીને રિતેશ દેખમુખ સુધી કેટલાય ટેલિવૂડ અને બોલિવૂડના કલાકારોને ટોચ પર લઈ જનારા નિર્દેશક સંગીત સિવનના નિધનથી ફિલ્મ ઇંડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. સિવનના નિધન પર રિતેશ દેશમુખે એક લાંબી અને લાગણીસભર પોસ્ટ કરી શોક પ્રદર્શિત કર્યો. તેઓનું નિધન સાઉથ અને હિન્દી ફિલ્મ ઉધ્યોગ માટે ખૂબ જ દુખદ છે.
સંગીત સિવનએ ફક્ત મલયાલમ જ નહીં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે કામ કર્યું અને કેટલીય હિટ ફિલ્મો આપી. તેઓ મોહનલાલ સાથે મળીને કલ્ટ ફિલ્મ ‘યોદ્ધા’ માટે સૌથી વધુ ઓળખાતા હતા.હિંદીમાં તેઓએ ‘ક્યા કૂલ હૈ હમ’, ‘અપના સપના મની મની’ અને ;યમલા પગલાં દિવાના 2 ‘નું નિર્દેશન કર્યું હતું
‘ક્યાં કૂલ હૈ હમ’ અને ‘અપના સપના…’માં સિવન સાથે કામ કરી ચૂકેલા રિતેશ દેશમુખએ પોતાના ટ્વેત્તર હેન્ડલ X પર સંવેદના વ્યક્ત કરતા લખ્યું કે, ‘ એ જાણીને દુખ થયું અને આઘાત લાગ્યો કે સિવન સર હવે નથી રહ્યા, તમે હમેશા બસ એ જ ઇચ્છતા હતા કે હાર કોઈ તમારા પર વિશ્વાસ રાખે અને તમને કામ કરવાની તક આપે . ‘ક્યાં કૂલ હૈ હમ અને અપના સપના ..; માં તમે અમને ઘણો સહકાર આપ્યો તે માટે જેટલો આભાર વ્યક્ત કરું તેટલો ઓછો છે ‘
સંગીત સિવન ફોટોગ્રાફર અને સિનેમેટોગ્રાફર સિવનના સૌથી મોટા પુત્ર અને સંતોષ સિવન અને સંજીવ સિવનના ભાઈ હતા. તેઓએ રઘુવરન અને સુકુમારન અભિનીત ફિલ્મ ‘વ્યૂહમ’લખી અને ડિરેક્ટ કરી હતી. 1990 માં આ તેમના નિર્દેશન વાળી પહેલી ફિલ્મ હતી. તેઓએ મોહનલાલ સાથે ત્રણ બ્લોક બસ્ટર ફિલ્મો ડિરેક્ટ કરી ‘યોદ્ધા’, ‘ગંધર્વમ’ અને નિર્ણયમ શામેલ હતી. તેઓએ ‘ ચૂરા લિયા હૈ તુમને’ ‘ક્યાં કૂલ હૈ હમ ‘અને ‘અપના સપના મની મની’ જેવી બોલિવૂડ ફિલ્મો પણ બનાવી. તેઓએ ‘યમલા પગલાં દિવાના 2’ થી ફરીથી એન્ટ્રી કરી હતી.