12Th Fail ફિલ્મ પહેલાં આવા હતા Medha Shankarના દિવસો…
અત્યારે જ્યાં જુઓ ત્યાં ફિલ્મ 12Th Failનો જાદુ હજી પણ દર્શકો પર બરકરાર છે અને ફિલ્મના દરેક પાત્રએ પોતાના અભિનયથી ફેન્સના દિલ પર છવાઈ ગયો પછી એ ફિલ્મના લીડ એક્ટર વિક્રાંત મેસીની વાત હોય કે લીડ ફીમેલ એક્ટ્રેસ મેધા શંકરની વાત હોય… મેધા શંકર રાતો રાત સ્ટાર બની ગઈ હતી, પરંતુ શું તમને ખબર છે કે મેધા શંકરે પોતાની રિયલ લાઈફમાં કેટસો સંઘર્ષ કર્યો છે?
એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં મેધાએ જણાવ્યું હતું કે તેને આ રોલ કેવી રીતે મળ્યો હતો. આ ફિલ્મ મેળવવા માટે સખત મહેનત કરવી પડી હતી. 2018માં મુંબઈમાં એક એક્ટ્રેસ તરીકે મેં મારી જર્ની શરુ કરી હતી. મેં પહેલી જ વખત એક કાસ્ટિંગ એજન્સીમાં ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. પછી મેં વિધુ વિનોદ ચોપરા અને પૂરી ટીમ સાથે સ્ક્રીન ટેસ્ટ આપી હતી અને ત્યાર બાદ મને આ ફિલ્મ મળી હતી.
2018માં મેધા એક કલાકાર બનવા મુંબઈ આવી હતી પણ તેના શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષથી ભરપૂર રહ્યા હતા. એક દિવસ તો મેધા એટલી ખરાબ રીતે ભાંગી પડી હતી કે નહીં પૂછો વાત અને એનું કારણ એવું હતું કે તેના બેન્ક એકાઉન્ટમાં 257 રૂપિયા જ હતા અને તેમ છતાં તેણે હાર નહોતી માની.
અત્રે ઉલ્લેખનીય મેધા 12th Fail સિવાય મેક્સ, મીન અને મેવજાકી, દિલ બેકરાર અને શાદીસ્થાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંકુ આ બધી ફિલ્મોની સરખામણીએ ફિલ્મ 12th Failએ મેધાને રાતોરાત નેમ અને ફેમ બંને અપાવી હતી.