બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો
મુંબઈ: સલમાન ખાનના જાણીતા બિગ બોસ શૉમાં જોવા મળનારી અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) હવે બિગ બોસ મરાઠીના કારણે ચર્ચામાં છે અને તેણે હાલમાં જ મરાઠી લોકોની માનસિકતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદમાં ફસાઇ હતી.
જોકે, આ વિવાદ બાદ નિક્કી તંબોલી વિશે વધુને વધુ લોકો ચર્ચા કરી રહ્યા છે એવામાં વધુ એક કારણસર નિક્કી તંબોલી હોટ ન્યૂઝમાં છવાયેલી છે. બિગ બોસ મરાઠીમાં નિક્કી અમુક સ્પર્ધકો સાથે સારી મૈત્રી ધરાવે છે તો બાકીના સ્પર્ધકો સાથે તે અવારનવાર બોલાચાલી અને વિવાદમાં ઉતરતી જોવા મળે છે.
ભલે જે કંઇ પણ હોય, નિક્કી ચર્ચાનું કેન્દ્ર જરૂર બની રહેતી હોય છે અને બિગ બોસ મરાઠી જોનારા અમુક લોકોને ભલે તે ગમતી ન હોય, પરંતુ તેને ઇગ્નોર તો ન જ કરી શકાય. સ્પર્ધકો સાથે લવ ઍન્ડ હેટ રિલેશનશીપ ધરાવતી નિક્કી સ્પર્ધક તરીકે જેવી પણ હોય, પરંતુ તેનો દેખાવ સિઝલીંગ છે તે વાત ઘણા લોકો માનશે.
બિગ બોસના ઘરમાં તો જે મળે તે ખાઇ અને પહેરીને ચલાવવું પડે તેમ છે, પરંતુ નિક્કી તંબોલીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા તેની ફેશન સેન્સ અને તેની અદાઓ જોઇને ચાહકો તેના કાયલ બની રહ્યા છે.
તેના ફોટોગ્રાફ્સને જોતા નિક્કીને બ્લેક કલર સાથે ખાસ લગાવ હોય તેવું જણાય છે. કારણ કે તેની ઘણી બધી તસવીરો બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. એક પછી એક વિવિધ પ્રકારના બ્લેક ડ્રેસ અને બ્લેક શોટર્સ તેમ જ જુદા જુદા બ્લેક આઉટફિટ્સમાં તે ખૂબ જ હોટ દેખાય છે.
તેના બ્લેક ડ્રેસની ચોઇઝ અને તેની સાથે તેની કાતિલ સ્માઇલ બંનેની જોડી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. નિક્કીના ફોલોઅર્સ પણ તેનો આ અવતાર જોઇને વખાણ કરતી ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા છે.