Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ
પ્રેમ ભાષા, ધર્મ, દેશના સીમાડા પાર કરી નાખે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનથી ભારત આવતી અને ભારતની પાકિસ્તાન જતી મહિલાઓના સમાચારે ધૂમ મચાવી હતી. ત્યારે હવે ફરી એક લવસ્ટોરીની મહેંક પ્રસરી છે. જોકે આ બે સેલિબ્રિટી સાથે જોડાયેલી સ્ટોરી છે. વાત એ છે કે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે (Hania Amir)તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે જેમાં તે ભારતીય રેપર બાદશાહ સાથે મસ્તી કરતી જોઈ શકાય છે. આ વીડિયો અને ફોટો દુબઈનો છે.
હાનિયા આમિર (Hania Amir)ના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે કે પહેલા ફોટોમાં તે રેપર બાદશાહ સાથે છે જ્યારે બીજા ફોટોમાં ડિનર ટેબલ સજાવેલું જોવા મળે છે. જ્યારે આ પોસ્ટના વીડિયોમાં હાનિયા જમીન પર બેઠી છે અને બાદશાહ કહી રહ્યો છે કે દુબઈનું આકાશ ખુલ્લું છે. આ રીતે હાનિયા આમિરના આ ફોટા અને વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આટલું જ નહીં, મીડિયામાં અવારનવાર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર વચ્ચેની મિત્રતાના અહેવાલો આવે છે. હવે આ મિત્રતાથી આગળ કંઈ છે કે નહીં તે ખબર નથી.
આ પણ વાંચો: વધી બોલીવૂડની આ એક્ટ્રેસની મુશ્કેલીઓ, Supreme Courtએ આપ્યો ઝટકો…
આટલું જ નહીં, હાનિયા આમિરે એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને ખૂબ જ મસ્તી કરતા જોઈ શકાય છે. આ વીડિયો શેર કરતી વખતે હાનિયા આમિરે કોન્સર્ટનો સમય લખ્યો છે. બાદશાહે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે અને તેણે લખ્યું છે કે, ‘આ મ્યુઝિક ફેસ્ટિવલ અને એક્ટિંગનું વર્ણન કેવી રીતે કરવું.’ આ રીતે બંનેનો મસ્તીનો સમય વીડિયોમાં જોઈ શકાય છે.
આ પણ વાંચો: Devdasમાં પારોના રોલ માટે Aishwarya Raiની સાથે સાથે આ એક્ટ્રેસનો પણ લેવાયો સ્ક્રીનટેસ્ટ, પણ…
હાનિયા આમિર વિશે વાત કરીએ તો, તે 27 વર્ષની પાકિસ્તાની અભિનેત્રી છે જે ઉર્દૂ સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. હાનિયાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2016માં ફિલ્મ જનાનથી કરી હતી. હાનિયાએ 2017માં સિરિયલ તિતલીથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તે 2018માં વિસાલમાં પણ જોવા મળી હતી. આ રીતે તે ટીવીનો જાણીતો ચહેરો બની ગયો. આ સિવાય હાનિયા આમિર અન્ના, ઈશ્કિયા, દિલરૂબા, સંગ-એ-મહ અને મુઝે પ્યાર હુઆ થા જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે. પરંતુ સિરિયલ મેરે હમસફર (2022)એ તેમને ખૂબ જ લોકપ્રિયતા અપાવી હતી. હાનિયા આમિર મૉડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો પણ છે અને તે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની એમ્બેસેડર પણ છે.