Bad Newz Film Review: આ ફિલ્મ તમને ખુબ હસાવશે, વિકી કૌશલ સાથે તૃપ્તિની શાનદાર કેમેસ્ટ્રી
વિકી કૌશલ, ત્રીપ્તી દિમરી અને એમી વિર્ક સ્ટારર, ડાયરેક્ટર આનંદ તિવારીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ આજે રિલીઝ થઇ ગઈ છે.
આ ફિલ્માં સલોની બગ્ગા (તૃપ્તિ ડીમરી)ની વાર્તા છે, જેનું સપનું છે સ્ટાર શેફ બનવાનું. સલોની તેના સપનાને સાકાર કરવા કામ કરી રહી હોય છે ત્યારે અખિલ ચડ્ઢા (વિકી કૌશલ)ને મળે છે. સલોની શાંત સ્વભાવની પણ ક્રેઝી છોકરી છે, જ્યારે અખિલ દિલ્હીના કરોલ બાગનો એક હાયપર એક્ટિવ છોકરો છે. સલોનીને પહેલીવાર મળ્યા પછી, અખિલ તેના માટે પાગલ બની જાય છે અને તેમનો રોમાંસ પણ શરૂ થાય છે અને પછી બંનેની સગાઈ થઈ જાય છે અને લગ્ન થઈ જાય છે.
સલોનીને ધીરે ધીરે સમજાય છે કે તે અને અખિલ ખૂબ જ અલગ છે. અખિલનો તેણી માં પ્રત્યેનો પ્રેમ પણ તેમની વચ્ચે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે અંતર વધી જાય છે અને તેઓ અલગ થઈ જાય છે. પછી સલોનીના જીવનમાં ‘હરિશ્ચંદ્ર’ ગુરબીર પન્નુ આવે છે. શાંત અને શરમાળ ગુરબીર સલોનીને ગમી જાય છે, બંને વચ્ચે કેમિસ્ટ્રી શરુ થાય છે.
છ અઠવાડિયા પછી, સલોની બગ્ગા કોરોના આંટી (નેહા ધૂપિયા) સાથે ડૉક્ટરની ઑફિસમાં બેઠી છે, તેને ખબર પડે છે કે તે પ્રેગનેન્ટ છે. પરંતુ સલોનીને ખબર નથી કે તેના બાળકનો પિતા અખિલ છે કે ગુરબીર. બંનેને કહ્યા પછી, તેણીને ખ્યાલ આવે છે કે તેની પ્રેગ્નન્સી સામાન્ય પ્રેગનન્સી જેવી નથી. તેના ગર્ભમાં જોડિયા બાળકો છે, જે અખિલ અને ગુરબીર બંનેના છે. આ સમગ્ર મુદ્દાને હેટરોપેટરનલ સુપરફેકન્ડેશન કહેવામાં આવે છે. પછી સમસ્યા શરૂ થાય છે.
દિગ્દર્શક આનંદ તિવારીએ આ ફિલ્મને એકદમ ક્રિસ્પ અને મજેદાર બનાવી છે. અખિલ ચડ્ઢાની એન્ટ્રીથી લઈને તેનો સલોની સાથેનો રોમાંસ, ફાઈટ અને ગુરબીર સાથે અખિલના ઝઘડા, બધું જ જોવા લાયક છે. ફિલ્મનું તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ દરેક સીનને વધારે વધારે ફની બનાવે છે.
આ ફિલ્મનું સૌથી મજબૂત પાસું તેના કલાકારો છે. સલોની બગ્ગાના રોલમાં ત્રીપ્તી ડિમરી એકદમ પરફેક્ટ છે. વિકી કૌશલ સાથેની તેની કેમેસ્ટ્રી પણ અદ્ભુત છે. ગુરબીર પન્નુના રોલમાં એમી વિર્કે પણ શાનદાર કામ કર્યું છે. પરંતુ આ બંને કરતાં પણ મજબૂત અને ફિલ્મની બાકીની કાસ્ટ અખિલ ચડ્ઢાના રોલમાં વિકી કૌશલ છે. ફિલ્મમાં નેહા ધૂપિયા, શીબા ચઢ્ઢા, ફૈઝલ રાશિદ જેવા એક્ટર્સે પણ સારું કામ કર્યું છે.
આ ફિલ્મ ક્યાંય બોરિંગ જણાતી નથી. આ ફિલ્મ હેટરોપેટરનલ સુપરફેકન્ડેશન વિશે વાત કરે છે, જે એક અલગ વિષય છે. ફિલ્મમાં ઘણી ખામીઓ છે, જેને તમે ઘણી હદ સુધી અવગણી શકાય છે અને ફિલ્મનો આનંદ માણી શકો છો.