Music Industryમાંથી આવ્યા Bad News, જીવન-મરણ વચ્ચેની લાંબી લડાઈ બાદ આ સિંગરનું થયું નિધન… | મુંબઈ સમાચાર
મનોરંજન

Music Industryમાંથી આવ્યા Bad News, જીવન-મરણ વચ્ચેની લાંબી લડાઈ બાદ આ સિંગરનું થયું નિધન…

મંગળવારનો દિવસ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે અમંગળ સાબિત થયો હતો. સંગીતની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે પ્રખ્યાત ગાયક રાશિદ ખાનનું 55 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા.

રાશિદ ખાન કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને તેઓ કોલકતાની SSKM હોસ્પિટલમાં 22મી નવેમ્બરથી સારવાર લઈ રહ્યા હતા. રાશિદ ખાનના નિધનના સમાચાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના રાશિદ ખાનનું નામ ખૂબ જ મોટું નામ હતું. બોલીવૂડના સંગીતમાં પણ તેમનો સિંહફાળો હતો. તેમના નિધનથી સંગીત જગતને કદી ના પૂરાય એવી ખોટ પડી છે.

કોલકતાની હોસ્પિટલમાં સાંજે 6 વાગ્યા સુધી તેમનો મૃતદેહ રાખવામાં આવશે, ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને કોલકતાની પીસ હેવન હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 10મી જાન્યુઆરીના કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉસ્તાદ રાશિદ ખાનને 2022માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાશિદ ખાનના નિધન અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને બંદૂકની સલામી સાથે વિદાય આપવામાં આવશે. એમના પાર્થિવ દેહને રબિન્દ્ર સદનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યારે તેમના ચાહકો ઉસ્તાદને અલવિદા કહી શકશે.

વાત કરીએ રાશિદ ખાનના ગીતોની તો તેમણે તોરે બિના મોહે ચૈન જેવું સુપરહિટ ગીત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને આપ્યું હતું. આ સિવાય શાહરુખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાન, રાઝ-3, કાદંબરી, શાદી મેં ઝરૂર આના, મન્ટો, મીટિન માસ જેવી ફિલ્મોમા ગીતો ગાયા છે.

Back to top button